રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા તારીખ: ૧૪-૦૨-૨૦૧૯ નાં રોજ શહેરના વોર્ડ નં. ૦૧ માં આવેલ સોસાયટીઓમાં ચેકિંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્યાન બે ગેરકાયદેસર નળ કનેક્શન અને ત્રણ ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓ પકડાયેલ અને તેમને નોટીસ આપવામાં આવી હતી.
વોર્ડ નં. ૦૧ માં આવેલ ગૌતમનગર શેરી નં. ૫, ૭ માં ચેકિંગ દરમ્યાન ત્રણ આસામીઓ ડાયરેક્ટ પમ્પીંગ કરતા પકડાયેલ હતા, (૧) મુકેશ જોષી, (૨) મનીષ વાઘાણી અને (૩) સાધુરામ નાગદેવ. તમામ આસામીને રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોનની ટીમ દ્વારા નોટીસ આપવામાં આવી હતી, તેમજ રૈયાગામ – ૫૦ વારીયામાં પાણી ચેકિંગ દરમ્યાન બે આસામીઓને ત્યાથી ગેરકાયદેસર નળ કનેક્શન મળી આવેલ હતા. (૧) વાસુભાઇ ભરવાડ અને (૨) નઝરમીયા બુખારી. બંને આસામીઓના રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોનની ટીમ દ્વારા ગેરકાયદેસર નળ કનેક્શન કપાત કરવામાં આવ્યા હતા.