પાકિસ્તાનની ફોજ ભારત સામે અણુબોમ્બનો ઉપયોગ કરી બેસે તો ભારતમાં જાનમાલની જબરી ખુવારી થાય એવો અહેવાલ પ્રકાશમાં આવી ચૂકયો છે. આ અહેવાલ પાકના અણુબોમ્બની સંહારક શકિત અને ક્ષમતા ઉપર આધારિત હોઈ શકે.
પાકિસ્તાન અણુરાષ્ટ્ર છે એવીજાણ આખી દુનિયાને થઈ ચૂકી છે. પાકિસ્તાનના અણુ વૈજ્ઞાનિકને ચીને સહાય કરી હતી એવો રાજદ્વારી ઘટસ્ફોટ થઈ ચૂકયો છે.
હમણા હમણા પાકિસ્તાને શિખોની જૂની ખાલીસ્તાન ચળવળને ફૂંક માર્યા કરવાની અને એને ભારેલા અગ્નિમાં ફેરવવાની ખોફનાક રાજરમત હાથ ધરી હોવાનો ખ્યાલ ઉપસે છે.
ફિરોઝપૂરનો હમણાનાં અહેવાલ દર્શાવે છે એ મુજબ ફરી એક વાર પાકિસ્તાનની ડોન દેખાયું હતુ સિકયોરીટી દળો સાવધ હતા. આ ડ્રોન થોડા સમયગાળામાં પાંચ વાર આંટા મારતું દેખાયું હતુ એમ સિકયોરીટી પ્રવકતાએ કહ્યું હતુ.
બીજો એક કાબુના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનના આતંકી સંગઠન તાલીબાને કેદ કરેલા ત્રણ ભારતીય એન્જીનીયર્સને છોડી દીધા છે. તેના બદલામાં તેણે ભારતની જેલમાં બંધ ૧૧ આતંકીઓને છોડાવી લીધા છે. પાકિસ્તાની મીડીયા રિપોર્ટસ પ્રમાણે આ અદલાબદલી કોઈ ગુપ્ત સ્થાન પર કરવામા આવી હતી.
આ અબદલાબદલીને લઈને ભારત કે અફઘાનિસ્તાનના અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. તાલીબાને અફઘાનિસ્તાનના ઉત્તરી બઘલાન પ્રાંત સ્થિત એક એનર્જી પ્લાન્ટમાં કામ કરી રહેલા એનજીનીયર્સને બંધક બનાવી લીધા હતા.
ઓછામાં પૂરૂ અમેરિકા પ્રમુખ ટ્રમ્પે કટ્ટરવાદી આતંકીઓના સામનો કરવામાં ભારતને પૂરેપૂરો સાથ આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાની નેતાઓ ઉપર એની કોઈ ખાસ અસર થઈ નથી.
પાકિસ્તાનનો જન્મ જ સાંપ્રદાયિક ભૂમિકાઉપર થયો છે. મહમ્મદઅલી જિન્નાહના નેતૃત્વ હેઠળના મુસ્લીમ લીગ પક્ષની કટ્ટરા જીદ અને અમે હિન્દુઓ સાથે રહી શકીએ. તેમ નથી અમને હિન્દુસ્તાનનું વિભાજન કરીને મુસ્લીમ કોમ માટે અલગ દેશ પાકિસ્તાન આપે એવી કટ્ટર જીદ સાથેની માગણીના આધારે પાકિસ્તાનનો જન્મ થયો હતો. મહાત્મા ગાંધી આ દેશના વિભાજનના સખ્ત વિરોધી હતા તેમ છતાં તે વખતના અંગ્રેજી રાજની રાજકીય લુચ્ચાઈના કારણે હિન્દુસ્તાનના ભાગલા થયા હતા. ભાગલા કરાવીને રાજ કરો એવી અંગ્રેજોની નીતિ રહી હતી.
પાકિસ્તાન મુસ્લીમો માટેના દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો અને તેણે મુસ્લીમ લીગની નીતિ અનુસાર એને ઈસ્લામીક રાષ્ટ્રનું જ સ્વરૂપ આપ્યું હતુ.
આજે વર્ષો પછીયે પાકિસ્તાન ભારત પ્રત્યે કોઈને કોઈ બહાના હેઠળ શત્રુતા યથાવત રાખી છે. અને લડાઈખોરીનો અભિગમ જેમનો તેમ રાખ્યો છે.
ભારત પાકિસ્તાનની વચ્ચે કોઈ કોઈ કારણોસર લશ્કરી યુધ્ધો થઈ ચૂકયા છે.એમાં પાકિસ્તાનની બુરી રીતે હાર થઈ છે. અને ભારતીય લશ્કરનો શાનદારવિજય થયો હોવાનું આખી દુનિયા જાણે છે.
સુમા સુરક્ષા દળે પાકિસ્તાન સાથે જોડાયેલા પંજાબ અને જમ્મુમાં ભૂગર્ભ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને સંભવિત ઉંડી ગુપ્ત સુરંગોની શોધ માટે આ વર્ષના જુલાઈ મહિનાથી જ મહા અભિયાન હાથ ધરીને હજારોની સંખ્યામાં સાધન સંપન્ન સૈનિકોને કામે લગાડવામાં આવ્યા છે.
કાશ્મીમાં ભારેલો અગ્નિ મૂકીને તે પંજાબ પહોચ્યું છે. જે જૂની ખાલીસ્તાન સર્જવાને લગતી ચળવળની તથા પંજાબને ભારતથી અલગ પાડવાની ચળવળની યાદ આપે છે. અને એમાં પાકિસ્તાન ભેદી હોવાની ગંદ આવ્યા વગર રહેતી નથી.
હું મરૂ અને તમને પણ મારૂ એ કહેવત જેવો અવળચંડો મિજાજ પાકિસ્તાન ધરાવે છે. ભારત કાશ્મીર અને પંજાબમાં પૂરેપૂરી સાવધાની રાખ્યા જ છૂટો છે!
ખંધુ ચીન આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા માગે છે સરદાર વલ્લભભાઈ પટેલે એક તબકકે એવું કહ્યું હતુ કે, તૂર્કિ ટોપી અને પીળી ચામડીનો કદી વિશ્ર્વાસ ન કરવો. તેમની આ લાલબત્તી ભારતીય તવારિખમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકી છે. હજુ એ વર્તમાન પરિસ્થિતિમાં યાદ રાખવા જેવી છે.
આ બધું જોતા એમ લાગે જ છે કે, પંજાબને સાંકળતા પાકિસ્તાનનાં અડપલાંઓની ભીતરમાં યુધ્ધ, અણુ બોમ્બ અને ચીનના સામ્રાજયવાદી કાવાદાવાઓ છે. ભારતનાં સત્તાધીશો માટે તેમની નીતિ રીતિઓનું પૂન: અવલોકન કરતા રહેવાની તેમજ અનિવાર્ય પગલાં લેતા રહેવાની તાતી જરૂર છે. એવા અભ્યાસીઓના મતમાં તથ્યું છે.
તૂર્કિ ટોપી અને પીળી ચામડીથી સાવધાન રહેવાની ટેવ પાડવી જ જોઈશે?