ભારતીય વાયુ સેનાના માર્શલ અર્જનસિંહના આજે સવારે 9:30 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિલ્લીમાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અર્જનસિંહના માનમાં દિલ્લીમાં તમામ સરકારી ઈમારતોમાં રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રાખવામાં આવશે. સવારે 10 કલાકે અર્જન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દરમિયાન વાયુસેનાના વિમાનો સાથે બંદૂકોની સલામી આપવામાં આવશે.મહત્વનું છે કે હૃદયરોગનો હુમલો થતાં અર્જનસિંહે શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. વાયુ સેનાના માર્શલ અર્જન સિંહ હંમેશા યુદ્ધ નાયકના રૂપમાં યાદ કરવામાં આવશે. જેમણે સફળતાપૂર્વક 1965ના ભારત-પાક. યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું.
અર્જન સિંહનો પાર્થિવ દેહ તેમનો પરિવાર નહીં પરંતુ એરફોર્સના 8 જવાનો લઇને આવશે, એરફોર્સના સીનિયર રેન્કના વિંગ કમાન્ડર તેમને સલામી આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.