ઇમામનું પદ વારસાગત
જામા મસ્જીદની મિલકત વકફની ન ગણાય
દિલ્હી સ્તિ જામા મસ્જિદના ઈમામ સૈયદ અહેમદ બુખારીએ પોતાના નામની આગળ શાહી શબ્દના ઉપયોગના મામલે હાઈકોર્ટમાં દાખલ યાચીકાનો જવાબ આપ્યો છે.
અહેમદ બુખારીએ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ એફિડેવીડમાં કહ્યું છે કે, શાહી ઈમામનું બિરુદ મુગલ બાદશાહ શાહજહાંએ આપ્યું હતું. જેમાં આદેશ હતો કે, આ બિરુદ ભવિષ્યમાં પણ ચાલુ રખાશે. ભવિષ્યમાં પણ આ પરિવારને લઈને જ ઈમામની પરંપરા આગળ વધતી જશે.
અગાઉ અરજકર્તા અજય ગૌતમે કહ્યું હતું કે, જો હકીકતમાં શાહજહાંએ આવો કોઈ આદેશ આપ્યો હોય તો પુરાવાપે દસ્તાવેજો રજૂ કરવા જોઈએ. તેમણે દલીલ કરી હતી કે, આઝાદી પહેલા આવુ કંઈ પણ હોય તો પણ સંવિધાન લાગુ વાી તમામ પ્રકારના આદેશ રદ્દ થઈ જાય છે. સંવિધાનની અમલવારી બાદ તમામ કાર્યવાહી સંવિધાનને અનુરૂપ જ થશે. આ મામલે આગળની સુનાવણી તા.૩૧ના રોજ હાથ ધરવામાં આવશે.
અહેમદ બુખારી જામા મસ્જિદના ૧૩માં ઈમામ છે. તેમના સામે વિવિધ અરજીઓ થઈ છે. જામા મસ્જિદ દિલ્હી વકફ બોર્ડની સંપતિ હોવાથી તેના કર્મચારી હોવાના ભાગરૂપે બુખારી પોતાના દિકરાને નાયબ ઈમામ ન બનાવી શકે તેવી દલીલ થઈ છે. જો કે, બુખારીએ દાવો કર્યો છે કે, જામા મસ્જિદ વકફ બોર્ડની સંપતિ ની. આ વકફ સંપતિ છે જેના માલિક અલ્લાહ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com