છ હત્યા, લૂંટ, ચોરી, મારામારીના ૩૩ ગુનામાં સંડોવણી: આમ્રપાલી ફાટક પાસે પ્રેમિકા સાથે મળી વૃધ્ધાની હત્યામાં કોર્ટે સજા ફટકારતા પેરોલ પર છુટી એક વર્ષી ફરાર યેલા નિલય મહેતાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો
પેરોલ પર છુટી અમદાવાદમાં લૂંટનો પ્રયાસ કરી અલ્હાબાદમાં મજુરી કામ કરી છુપાયાની કબુલાત
ચોટીલા પાસે કરેલી હત્યાના ગુનામાં સજા માફીનો લાભ મળ્યાના ગણતરીના દિવસમાં જ જૈન વૃધ્ધાની હત્યા કરી એક વર્ષે પકડાયો’તો
લૂંટ અને ચોરી માટે છ હત્યા કરનાર નામચીન નિલય ઉર્ફે નિલેશ ઉર્ફે મુન્નો નવિનચંદ્ર મહેતાને હત્યાના ગુનામાં પેરોલ છુટી એક વર્ષી વોન્ટેડને ૮૦ ફુટ રોડ પરી ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને મહત્વની સફળતા મળી છે.
ખોડીયારપરા શેરી નંબર ૧૫ અને કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે વછરાજનગરમાં રહેતા નિલય ઉર્ફે નિલેશ ઉર્ફે મુન્ના નવિનચંદ્ર મહેતાએ ૨૦૧૩માં પ્રેમીકા સબાના ઉર્ફે સબા અલ્લારખા બેગની સાથે મળી આમ્રપાલી ફાટક નજીક પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા વિમેલેશકુમારી નામના ૭૮ વર્ષના જૈન વૃધ્ધાની હત્યા કરી સાથેનાના ઘરેણાની લૂંટ ચલાવ્યાના ગુનામાં ૨૦૧૫માં તેની ધરપકડ તા અદાલતે નિલય મહેતાને ૨૦૧૮માં આજીવન કેદની સજા ફટકારતા હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવા માટે ગત તા.૨૨-૨-૧૯ના રોજ પેરોલ મંજુર કરાવ્યા બાદ અમદાવાદમાં જ લૂંટનો પ્રયાસ કરી અલ્હાબાદ ખાતે કુંભના મેળામાં પહોચી ગયો હતો. ત્યાં તે ચકડોળમાં મજુરી કામ રહી છુપાયા બાદ એકાદ વર્ષ બાદ રાજકોટના ૮૦ ફુટના રોડ પર આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, હેડ કોન્સ્ટેલ મયુરભાઇ પટેલ, યુવરાજસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, સંજયભાઆઇ રૂપાપરા અને પ્રદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે નિલય મહેતાની ધરપકડ કરી છે.
નિલય મહેતાએ સૌ પ્રથમ હત્યા ૧૯૯૬માં કર્યા બાદ અત્યાર સુધીમાં છ હત્યા, લૂંટ, ચોરી અને મારામારી સહિત ૩૩ જેટલા ગુનામાં પકડાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
નિલય મહેતાએ ગત તા.૪-૪-૯૬ના રોડ સાથેરઠીયાવાડી સર્કલ પાસે પોતાની સાથે કારખાનામાં મજુરી કામ કરતા પરેશ રમણીકભાઇ રાઠોડ નામના લુહાર યુવાન સાથે કામ બાબતે ઝઘડો તા હત્યા કર્યા બાદ તેનો ૧૯૯૮માં છુટકારો થયો હતો. હત્યાના ગુનામાં છુટયા બાદ નિલય મહેતાએ ૨૦૦૩માં બસ સ્ટેશન પાસેી જેસીંગ વજુ સાથેલંકીની ટેકસી ભાડે બંધાવી નિકાવા પાસે લઇ જઇ રફીક ઇબ્રાહીમ, ધવલ દિનેશ ટાંક અને રણવિજય ઉર્ફે ચુચાની મદદી હત્યા કરી લૂંટ ચલાવી હતી.
ગોંડલ રોડ પર પેનોરમાં કોમ્પ્લેક્ષમાં ગત તા.૨૦૦૫માં નિલય મહેતા ચોરી કરવા ગયો ત્યારે કોમ્પ્લેક્ષની ગેલેરીમાં સુતેલા હરેશ ખવાસ જાગી જતા તેની હત્યા કરી હતી.૨૦૦૫માં નિલય મહેતાએ રાજેશ ઉર્ફે રાજુ વિશ્ર્વકર્મા ઠાકુર અને રફીક ઇબ્રાહીમ સંધીની સાથે મળી સુરેન્દ્રનગરના પાણસીણા પાસે આઇસર ચાલકની હત્યા કરી હતી ત્યાર બાદ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી આઇસરમાં બેસી ચોટીલા તરફ જઇ આઇસર ચાલકની હત્યા કરી લૂંટ ચલાવી હતી.
આસિલર ચાલકની હત્યાના ગુનામાં ૨૦૦૬માં અદાલતે સજા ફટકાર્યા બાદ તેને ૨૦૧૩માં સજા માફીનો લાભ મળ્યો હતો.
હત્યાના ગુનામાં સજા માફીનો લાભ મળતા છુટેલા નિલય મહેતાએ પ્રેમીકા સબાના ઉર્ફે સબા અલ્લારખા બેગની સાથે મળી આમ્રપાલી ફાટક પાસે પંચરત્ન એપાર્ટમેન્ટમાં એકલવાયુ જીવન જીવતા વિલેશકુમારી નામના જૈન વૃધ્ધાની હત્યાના ગુનામાં પેરોલ પર છુટી ફરાર થયો હતો. છેલ્લા એકાદ વર્ષથી ફરાર નિલય મહેતા અમદાવાદના અમરાઇવાડીમાં લુંટનો પ્રયાસ કર્યાની કબુલાત આપી છે. સિરિયલ ક્લિર નિલય મહેતાને ઝડપી લેનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રૂા.૧૫ હજારનું ઇનામ આપી પીઠ થાબડી સન્માનિત કર્યા છે.