ભાજપ અગ્રણી પિતા-પુત્રની હત્યામાં પેરોલ પર છુટી એક વર્ષથી ફરાર બુટલેગર આમ્રપાલી પાસે સરા જાહેર દારૂ-બિયરનું વેચાણ કરતા સ્ટેટ મોનિટરીંગ સેલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી પાડયો દરોડો
રૈયા રોડ પર આવેલા નહેનગરમાં ત્રણેક વર્ષ પહેલાં ભાજપ અગ્રણી પિતા-પુત્રની હત્યાના ગુનામાં પેરોલ પર છુટી વેન્ટેડ થયેલા સાહિલ અનવર કચરા આમ્રપાલી પાસે આઝાદ ચોકમાં સરા જાહેર દારૂ-બિયરનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એક લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લેતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આમ્રપાલી સિનેમા નજીક આઝાદ ચોકમાં અબ્દુલ હફીજ મુનશી અને સાહિલ અનવર કચરા વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ગતરાતે દરોડો પાડી અબ્દુલ હફિઝ મુનશી નામના શખ્સને રૂ.એક લાખની કિંમતના દારૂ અને બિયર સાથે ધરપકડ કરી ગાંધીગ્રામ પોલીસને સોપ્યો છે. દરોડા દરમિયાન નામચીન સાહિલ અનવર કચરા ભાગી ગયો હતો.
ત્રણેક વર્ષ પહેલાં ભાજપ અગ્રણી ઇલીયાસખાન પઠાણ અને તેના પુત્રની હત્યામાં સાહિલ અનવર કચરાની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ સાહિલ કચરા એક વર્ષ પહેલાં પેરોલ પર છુટી ફરાર થઇ જતા તેની શહેર પોલીસ શોધખોળ કરી રહી હતી.
ત્યારે તે આમ્રપાલી પાસેના આઝાદ ચોકમાં સરા જાહેર દારૂ-બિયરનું વેચાણ કરતો હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફને બાતમી મળતા દરોડો પાડયો હતો.પડધરી ટોલનાકા પાસે ડમ્પરની ઠોકર લાગતા ઇકો કારનો બુકકો: પાંચ ઘવાયા સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડતા સ્થાનીક પોલીસમાં દોડધામ મચી ગઇ છે.