પોલીસને બાતમી આપ્યાની શંકાથી ફરાર શખસે સાગરીત સાથે મળી ચાર મિત્રો પર ત્રણ દિવસ પૂર્વે હુમલો કર્યો હતો
શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી હત્યા, લુંટ અને મારામારી જેવી રોજબરોજની ઘટનાથી ગુનાખોરીનો ગ્રાફ શેરબજારના સેન્સકસની જેમ સડસડાટ ઉંચો જઇ રહ્યો છે. યુનિ. રોડ પર આવેલા એ.જી. સ્ટાફ કવાર્ટરની પાછળ બાજીશાહ પીરદરગાહ પાસે પોલીસને દારુ અંગેની બાતમી આપ્યાનો ખાર રાખી બુટલેગર સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યાની ઘટનામાં અમદાવાદમાં સારવારમાં રહેલા ગંભીર રીતે ઘવાયેલા પ્રતિકે દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે ફરાર બુટલેગરની શોધખોળ આદરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રૈયા ગામ રામજી મંદીર પાસે રહેતા મામદ ઉમર વિજયાણી નામના સિંધી ને તેના મિત્ર હાર્દિક અને નજમુદ્દીન, પ્રતિક મનીષભાઈ સહીત ત્રણેય યુનિ. રોડ પર એ.જી. કવાર્ટરની પાછળ બાજીશાહ પીર દરગાહની પાસે મહેબુબ પઠાણ અને તેનો ભાણેજ શાહરુમ, કિશન અને શાહરુખ સમાઉર્ફે કાળીયો તથા અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડી વડે માથાના ભાગે માર મારતા જેમાં પ્રતિક મનીષભાઈને ગંભીર ઈજા પહોંચતા અહીંની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં પ્રતિકે દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. ગાંધીગ્રામ-૨ પોલીસની પ્રાથમીક તપાસમાં મહેબુબ પઠાણ નામનો શખ્સ દારુ વેંચતો હોવાની પોલીસને બાતમી આપ્યાનો ખાર રાખી ત્રણ માસ પૂર્વે હાર્દિક ને માર મારી બન્ને પગ ભાંગી નાખ્યા હતા. બાદ હાર્દિક, મામદભાઇ, પ્રતિક અને નજમુદ્દીને પોલીસને બાતમી આપ્યાનો વધુ એક વખત શંકા રાખી બુટલેગર મહેબુબ પઠાણ ત્રણ મહિનાથી દાના ગુનામાં વોન્ટેડ છે. તેને તેના સાગ્રીતો સાથે મળી ફરાર દરમિયાન આ ગુનો આચર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
ગાંધીગ્રામ-૨ પોલીસ મથકના સ્ટાફે હત્યાની કલમનો ઉમેરો કરી બુટલેગર મહેબુબ અને તેનો ભાણેજ સહિત શખ્સોને ઝડપી લેવા ઇન્ચાર્જ પી.એસ. આઇ. એન.બી. ડોડીયા સહીતના સ્ટાફે ચક્રોગતિમાન કર્યા છે.