વાપી, કામરેજ, કરજણ, અમદાવાદ, વલસાડ અને રાજકોટના ૧૩ ગુનામાં નાસતો ફરતો’તો
સમગ્ર ગુજરાતમાં વિદેશી દારૂ પુરો પાડતા રાજકોટના વોન્ટેડ બુટલેગરને બજરંગવાડી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લેતા તે ૧૩ જેટલા વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું છે.
વિદેશી દારૂના ગુનામાં પાલનપુર, ભરૂચ અને સુરત જેલ હવાલે કરાયેલા નામચીન બુટલેગર યાકુબ મુસા મોટાણી જેલમાંથી છુટી ફરી વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવી છુટક બુટલેગરોને પહોચાડવાનું શરૂ કરતો હોવાથી તેની સામે અત્યાર સુધીમાં ૪૦ જેટલા ગુના નોંધાયા છે.
૪૦ પૈકી કામરેજ, વાપી, કરજણ, નબીબપુર, વલસાણ, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ૧૩ જેટલા ગુનામાં પકડવાનો બાકી હોવાથી રાજયભરની પોલીસ શોધખોળ કરી રહી હતી તે દરમિયાન યાકુબ મુસા મોટાણી બજરંગવાડી પાસેની મોમીન સોસાયટીમાં આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, એએસઆઇ રણજીતસિંહ ઠાકોર, જગમાલભાઇ ખટાણા, જયસુખભાઇ હુંબલ, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ, બીપીનદાન ગઢવી અને સંજયભાઇ રૂપાપરા સહિતના સ્ટાફે યાકુબ મુસા મોટાણીની ધરપકડ કરી છે.