રૂ.૮૫૦૫ના પેકેજમાં યાત્રી સામેલ થઈ શકે છે
રેલવેએ સોમનાથ સહિત ચાર જયોતિલીંગ દર્શનયાત્રાનું ખાસપેકેજ જાહેર કર્યું છે. પ્રતિ વ્યકિત રૂ.૮૫૦૫માં ચાર જયોતિર્લીંગની યાત્રા કરી શકાશે. આ માટેનું બુકીંગ આઈઆરસીટીસીએ શરૂ કરી દીધું છે. હરવા ફરવાના શોખીનો માટે આઈઆરસીટીસીએ હંમેશાની જેમ એક ટુર પેકેજ જાહેર કર્યું છે. ચાર જયોતિલીંગ દર્શન માટેના આ વિશેષ યાત્રા પેકેજમાં રૂ. ૮૫૦૫ ભરીને કોઈપણ યાત્રી જોડાઈ શકે છે. આ પેકેજમાં જોડાનારને અમદાવાદની સાબરમતીની યાત્રાનો પણ લાભ મળશે. સ્લીપર કલાસ બોગીયો વાળી આ ભારત દર્શન યાત્રા ટ્રેનથી યાત્રીકો મુસાફરી કરી શકશે આઈઆરસીટીસીએ મંગળવારથી બુકીંગ શરૂ કરી દીધું છે. કોરોનાને લીધે દેશમાં પ્રવાસન પ્રવૃત્તિ અટકી ગઈ છે. ત્યારે રેલવેએ પ્રવાસનને વેગ આપવા માટે આ પેકેજ જાહેર કરાયું છે.
ભારત દર્શન પેકેજમાં શું મળશે?
આઈઆરસીટીસીની ભારત દર્શન ટ્રેન ૧૨ ફેબ્રુઆરીથી રવાના થશે અને ૨૦મીએ પરત ફરશે.
આઠ દિવસની યાત્રાનું કુલ પેકેજ રૂ.૮૫૦૫ છે.
યાત્રીઓને ત્રણ સમય શાકાહારી ભોજન, ટ્રેનની મુસાફરી, સ્થાનિક ભ્રમણ તથા લોજમાં રહેવાની વ્યવસ્થા આઈઆરસીટીસી દ્વારા કરાશે.
પેકેજમાં યાત્રિકોને સોમનાથ, ઓમકારેશ્ર્વર, મહાકાલેશ્ર્વર અને નાગેશ્ર્વર જયોતિલીંગ દર્શન કરવા મળશે.
દ્વારકામાં દ્વારકાધીશ મંદિર દર્શન, અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને કેવળીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સફર પણ
કરવા મળશે.
આ ભારત દર્શન ટ્રેન લખનૌથી ઉપડવા સાથે સાથે ગોરખપૂર, દેવરીયા સદર, મઉ, વાસણાથી જૈનપૂર, ફૈઝાબાદ બારાબંકી, કાનપૂર તથા ઝાંસીથી પણ મળી શકશે.
ચાર જયોતિર્લિંગ દર્શન યાત્રા બૂકીંગ કરવા શુ કરશો?
જો તમે ચાર જયોતિલીંગ દર્શન સાથે ગુજરાતનાં જોવાલાયક સ્થળોની યાત્રા કરવા ઈચ્છતા હોતો આઈઆરસીટીસીની વેબસાઈટના ભારત દર્શન વિભાગ પર જઈ સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત આઈઆરસીટીસીનાં લખનૌનાં હેલ્પલાઈન નં. ૮૨૮૭૯૩૦૯૦૮, ૮૨૮૭૯૩૦૯૦૯, ૮૨૮૭૯૩૦૯૧૦, કાનપૂરના નં. ૮૨૮૭૯૩૦૯૩૦, પ્રયાગરાજના નં. ૮૨૮૭૯૩૦૯૩૫, ગોરખપૂરનાં નં. ૮૨૮૭૯૩૦૯૩૭ ઉપર ફોન કરી બુકીંગ કરાવી શકાશે તેમ આઈઆરસીટીસીએ જણાવ્યું હતુ.