નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજરોજ બોર્ડ મીટીંગ મળી હતી જેમાં વિવિધ ઠરાવો સર્વાનુમતે મંજુર કરાયા હતા. ચેરમેન અતુલભાઇ પંડિતના અઘ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા અને શાસનાધિકારી કીરીટસિંહ પરમારે સંબોધીત કરી હતી.
શિક્ષણ સમિતિની બોર્ડ મીટીંગમાં તમામ વોર્ડમાં બે સ્માર્ટ કલાસવાળી શાળા સાથે નવા ભળેલા મુંજકા સહિતના વિસ્તારોની શાળા ભેળવવાના ઠરાવો કરાયા: વોર્ડ નં.8 માં નવી શાળા શરૂ કરાશે
વિવિધ ચર્ચાઓ અને ઠરાવોમાં વોર્ડ નં.8 માં સમીતીની નવા શાળા શરુ કરવામાં આવશે જે ગુજરાતી-અંગ્રેજી બન્ને માઘ્યમની રહેશે. નાનામવા રોડ ઉપર અદ્યતન અને નયનરમ્ય શાળામાં એડમીશન શરુ કરાયેલ છે. 2021-22 ના શૈક્ષણિક સત્રમાં શાળામાંથી પણ વાલીઓએ પોતાના સંતાનોને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે.
આજની બોર્ડ મીટીંગમાં રાજકોટ શહેરનાં રર પે. સેન્ટર શાળામાં વધુ વિદ્યાર્થી ધરાવતી બે શાળામાં સ્માર્ટ કલાસ રુમ બનાવાશે. આ ઉપરાંત સરકારશ્રીની યોજના અનુસાર ત્રણ ઝોનમાં 6 શાળાને સ્કુલ ઓફ એકસલન્સી હેઠળ કોમ્પ્યુટર સ્માર્ટ કલાકસથી સજજ કરાશે હાલમા 136થી વધુ સ્માર્ટ કલાસ સમિતિની શાળામાં છે ત્યારે નવા 44 કલાસો નવા બનતા હવે સરકારી શાળામાં બાળકો પણ અદ્યતન ટેકનોલોજી સાથે ભણશે તેમ ચેરમેન અતુલ પંડિતે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ હતું.
રાજકોટ મનપામાં ભળેલા મુંજકા મોટા મૌવા, ઘંટેશ્ર્વર, માધાપર જેવા વિસ્તાોરની આઠ શાળા શિક્ષણો સાથે શિક્ષણ સમિતિમાં ભેળવવા માટે પણ ઠરાવો કરાયા હતા. મોરબી રોડ ઉપર આવેલી 77 નંબરની શાળાને ક્ધયા શાળામાં તબદલી કરવામાં આવશે. હાલ શિક્ષણ સમિતિમાં 3 અઁગ્રેજી માઘ્યમ શાળા સાથે 88 સરકારી શાળા મુળી કુલ 91 શાળમાં 30 હજારથી વધુ છાત્રો ધો. 1 થી 8 માં અભ્યાસ કરી રહ્યા છે.
આજની મીટીંગમાં ચેરમેન અતુલભા પંડીત, વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા, સાથે શિક્ષણ સમીતીના રવિન્દ્રભાઇ ગોહેલ, ડો. મેઘાવીબેન માલધારી, ઘૈર્યભાઇ પારેખ, જયંતિભાઇ ભાખર, જાગૃતિબેન ભાણવડીયા, પીનાબેન કોટક, કીરીટભાઇ ગોહેલ, વિજયભાઇ ટોળીયા, તેજસભાઇ ત્રિવેદી, કિશોરભાઇ પરમાર, ડો. અશ્ર્વિન દુધરેજીયા, ફારૂકભાઇ બાવાણી અને શરદભાઇ તલસાણીયા ઉ5સ્થ્તિ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ સમિતિના તમામ સભ્યો શાસક પક્ષના છે.
નવી કન્યા શાળા શરૂ કરાશે: અતુલભાઇ પંડીત (ચેરમેન શિક્ષણ સમિતિ)
શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડીતે જણાવેલ કે મોરબી રોડ ઉપર આવેલી શાળા નં.77 માં આ ચાલુ સત્રથી ક્ધયા શાળા શરુ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારનાં લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. નવા વિસ્તારો શહેરમાં ભળતા તેની કુલ 8 શાળા હવે શિક્ષણ સમિતિમાં ભળી છે. બાળકોને આજના ઇન્ફરમેશન ટેકનોલોજી યુગમાં કોમ્પ્યુટર શિક્ષણનો લાભ મળે તેવા તમામ પ્રયાસો શિક્ષણ સમિતિ કરશે.
કન્યા કેળવણીને મહત્વ અપાશે: સંગીતાબેન છાયા (વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ)
શિક્ષણ સમિતિની 91 શાળામાં ભણતી ક્ધયાઓ માટે તેના સંર્વાગી વિકાસસાથે સ્પોટસ ક્ષેત્રે તથા વિવિધ કલા ક્ષેત્રે તેનો વિકાસ થાય તેવા પ્રયાસો શિક્ષણ સમીતી કરશે. આજના યુગમાં ક્ધયાઓને શિક્ષણ સૃાથે ઇત્તર પ્રવૃતિની તમામ સુવિધા મળે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા યોજના બનાવવામાં આવી છે. હાલ ક્ધયાઓ ચોમેર દિશાએ વિકાસ કરી રહી છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ મેળવતા જ પ્રારંભ થી તે શહેરનું અને તેના મા-બાપ સાથે શાળાનું નામ રોશન કરે તેવા અમારા વિશેષ પ્રયાસો હશે.