દરેક ભારતવસીને ઉનાળામાં કેરી ખાવી ખુબ જ ગમતી હોય છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે એમ કહેશે કે અમને કેરી ભાવતી નથી. ત્યારે ઉનાળામાં આ કેરી ખાવાની સીઝનમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ગાંધીનગર ખાતે તા.27 થી 29 મે, ૨2022 દરમિયાન “રાષ્ટ્રીય મેંગો મહોત્સવ-2022”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલ સાથે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોની કેરીનું પ્રદર્શન સાથે વેચાણ થશે.
આ રાષ્ટ્રીય મેંગો મહોત્સવમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રદેશોમાં ઉત્પાદિત થતી અલગ-અલગ પ્રકારની કેરીનું પ્રદર્શન ગોઠવવામાં આવશે. જેમાં ગુજરાતની કેસર, હાફુસ, રાજાપુરી, જામદર, તોતાપુરી, નીલમ, દશેરી અને લંગડો કેરીનું તેમજ પંજાબની ચૌસા અને માલ્દા, હરિયાણાની ફઝલી, રાજસ્થાનની બોમ્બે ગ્રીન, મહારાષ્ટ્રની પાયરી, કર્ણાટકની બંગનાપલ્લી અને મુળગોઆ, આંધ્રપ્રદેશની સુવર્ણરેખા, મધ્યપ્રદેશની ફાઝી, પશ્ચિમ બંગાળની ગુલાબખસ અને હિમસાગર, બિહારની કિસનભોગ અને જર્દાલુ જેવી અનેક પ્રકારની કેરીના પ્રદર્શન સહ વેચાણના સ્ટોલ્સ પણ લગાવવામાં આવશે.
દેશના અલગ અલગ રાજ્યોની કેરીઓ અને તેની ખાસિયત અને કિંમત
1.કેરલા
કેરલા હાફૂસ
પાલેકટ
2 ડઝન
800 ભાવ
2. કર્ણાટક
બદામ હાફૂસ
800 2 ડઝન
3.રાજસ્થાન
બાસવાડા
રાજસ્થાન કેસર
દશેરી
લગડા
મલ્લિકા
150 રૂપિયે કિલો
4. બિહાર
જરદાલું
મોતિહારી
130 રૂપિયે કિલો
5. પશ્ચિમ બંગાળ
હિંમસાગર
મલ્લા
200 રૂપિયે કિલો.
6. ઉત્તર પ્રદેશ
દશહરી
લખનૌવ
55 થી 60 રૂપિયા