પ્રેશર કુકરનો ઉપયોગ દરેક લોકોના ઘરમાં થતો હોય છે. આ એક એવું એસેન્શિયલ વાસણ છે જેનો ઉપયોગ અનેક પ્રકારે કરી શકો છો. જેમ કે દાળ, ભાત, શાકથી લઈને તમે બીજી અનેક વાનગીઓ કુકરમાં તમે બનાવી શકો છો. જો કે એક સમય પછી જ્યારે કુકરની સીટી વાગે ત્યારે એમાંથી પાણી નીકળવા લાગે છે. તેમજ આમ એક પછી એક એમ અનેક સમસ્યાઓ શરૂ થવા લાગે છે. ક્યારેક સીટી પણ ખરાબ થઈ જાય છે. આ સાથે ગાસ્કેટ ઢીલો હોવાને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. આમ, જ્યારે પાણી બહાર આવે ત્યારે અનેક સમસ્યાઓ જોડાયેલી હોય છે. કુકરમાંથી પાણી જ્યારે બહાર આવે ત્યારે ગંદકી પણ વધારે થાય છે. તો જાણો આ હેક વિશે જે તમને અનેક રીતે કામમાં આવી શકે છે.

આ ટિપ્સ કામમાં આવશે

KUKAR

  • પ્રેશર કુકરમાંથી લીકેજની સમસ્યા રોકવા માટે સૌથી સરળ અને અસરકારક ઉપાય એ છે કે લોટ લો અને એને પાતળી પટ્ટીની જેમ વણી લો. ત્યારબાદ ઢાંકણને બંધ કરતાં પહેલાં કુકરની કિનારી પર એક ટાઇટ સીલ બનાવો. આમ કરવાથી પાણી બહાર નહીં નીકળે. પરંતુ જો ગેસકેટ ડેમેજ છે તો તમારી પાસે કોઈ બીજો વિકલ્પ બચશે નહીં. તેમજ લોટ એક સીલની જેમ કામ કરે છે.
  • તમારા પ્રેશર કુકરના રબરનું ગેસકેટ હાર્ડ થઈ ગયું છે, તો એ પ્રોપર રીતે સીલ નહીં થાય. આ કારણે લીકેજ થઈ શકે છે. આ માટે ગેસકેટને પાણીમાં ગરમ કરી લો. આમ કરવાથી નરમ થઈ જાય છે. જ્યારે ગેસકેટ ઠંડુ થઈ જાય એટલે ઢાંકણની પાસે લગાવી દો.
  • ડ્રાય ગેસકેટ ઢાંકણના કિનારી પર ચોંટી શકે છે. આ કારણે પ્રોપર રીતે સીલ થઈ શકે નહીં. આ સાથે થોડું તેલ લગાવીને તમે છૂટકારો મેળવી શકો છો. આ માટે કુકિંગ ઓઇલ નાખો.
  • કુકરમાં તમે પાણી વધારે ભરો છો, તો વાલ્વમાં દબાણ થઈ શકે છે. આ કારણે કિનારી પરથી પાણી નીકળવા લાગે છે. આમ, તમે આ હેક્સની મદદથી છૂટકારો મેળવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.