- એક કિલોના ડોગથી લઇન સો કિલોના કદાવર ડોગ જોવા મળશે: ‘અબતક’ સાથે મુલાકાતમાં આપી સમગ્ર માહિતી
- ડોગ સંભાળ અને
- ટ્રીટમેન્ટ વિશે
- શ્ર્વાન માલિકોને
- જાણકારી આપશે
સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રિડર્સ એસોસિએશન દ્વારા રવિવારે બપોરે ત્રણ થી રાત્રિના દસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય ડોગ શો નુ આયોજન કરવામાં આવેલ છે, આ ડોગ શો માં 25 થી વધુ પ્રજાતિના 500 થી વધુ શ્વાનો રાજકોટ સાથે ગુજરાતના વિવિધ શહેરોમાંથી રાજકોટ ખાતે ભાગ લેવા આવવાના છે. આ શો મા નિર્ણાયક તરીકે રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞ હાજર રહેશે. ‘અબતક’ સાથેની મુલાકાતમાં પ્રમુખ ભુવનેશ પંડયા, રણજીત ડોડીયા, અરૂણ દવે, આશિષ ધામેચાએ સમગ્ર માહીતી આપી. છેલ્લા દોઢ દાયકાથી રાજકોટમાં શ્વાન પાળવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે હાલમાં 15000 થી વધુ ડોગ લવર્સ શ્વાન પાળી રહ્યા છે. ડોગ શોમાં પોમેરીયન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડોબરમેન, સેન્ડ બર્નાર્ડ, બિગલ, હસ્કી,સિટ્ઝુ, ચાવ ચાવ,ચિવાવા જેવા શ્વાનો ભાગ લેવાના છે, શ્વાન માલિકોને સારવાર સંભાળ જેવી વિવિધ માહિતી પણ આપવામાં આવે છે, ડોગ માટેના વિવિધ ફૂડ અને મેડિસિન બાબતે પણ માર્ગદર્શન અપાશે. આ ડોગ શો માં માં એક કિલોના નાના ટોય બ્રીડ ડોગ સાથે 100 કિલોના કદાવર મોટી બ્રેડના ડોગ પણ જોવા મળશે. દરેક પરિવારજનોએ તેમના સંતાનોમાં કરુણા શિક્ષણ સાથે પ્રેમ, લાગણી અને વફાદારી જેવા ગુણોનો વિકાસ થાય તે માટે ડોગ શો જોવા લઈ આવવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.
સમગ્ર આયોજનમાં નાસિર સૈયદ, પી.ડી. આહીર, સુનિલ ચૌહાણ, કેતન મકવાણા,અલીભાઈ સૈયદ, અબ્બાસભાઈ જરીવાલા સહિતના પેટ શોપ એસોસિએશનના પરિવારના સભ્યો જેહમત ઉઠાવી રહ્યા છે. શો ને સફળ બનાવવા માટે વિવિધ કમિટીની રચના પણ કરવામાં આવી છે, જેમાં એસોસિયેશનના હોદ્દેદારો માર્ગદર્શન આપી રહ્યા છે. ડોગનું રજીસ્ટ્રેશન તેમજ વધુ વિગત માટે પ્રમુખ ભુવનેશ્ર્વર પંડયાના મો. નં. 98254 40045 પર સંપર્ક કરવા જણાવેલ છે.
સમગ્ર ગુજરાતમાંથી 25થી વધુ ડોગની પ્રજાતિ જોવા મળશે: ભુવનેશ પંડ્યા
‘અબતક‘ સાથેની મુલાકાતમાં સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રીડ્સ એસોસિએશનના પ્રમુખ ભુવનેશ પંડ્યા એ જણાવ્યું હતું કે આ ડોગ-શો માં રપ થી વધુ પ્રજાતિના 500 થી વધુ શ્વાનો સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ ખાતે ભાગ લેવા આવવાના છે. જેમાં પોમિયન, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડોબરમેન ગોલ્ડન રીટરીવર, સેનબર્નાડ, બિગલ, હસ્કી, સિટઝુ, ચાંવચાવ, ચિવાવા જેવા વિવિધ શ્વાનો ભાગ લેશે,તેમજ ડોગ સંભાળ અને ટ્રીટમેન્ટ વિશે શ્વાન માલિકોને જાણકારી મળશે.
ડોગ- શો સાથે શેરીના શ્વાન માટે પણ થશે સેવા-કાર્ય : અરૂણ દવે
‘અબતક’ સાથેની મુલાકાતમા અરુણ દવે જણાવ્યું હતું કે,છેલ્લા દોઢ દાયકાથી રાજકોટમાં શ્વાન પાળવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે હાલ માં 15 હજાર થી વધુ ડોગલવર્સ શ્વાનો પાળી રહયા છે શ્વાનમાલિકોને સારવાર, સાર-સંભાર જેવિ માહિતી પણ આપવામાં આ શોમાં વિવિધ ડોગ ફુડ અને મેડિસીન બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવશે, કોરોના જેવી મહામારી બાદ એકલતાના સમયમાં પ્રેમ ,હુંફ, લાગણીની ભાવના વ્યક્ત કરવા આજે ડોગને પાળતા થઈ ગયા છે, તેમજ આ ઉપરાંત શેરી શ્વાન માટે પણ આ ડોગ શો પ્રેરણાદાયી બની રહેશે