માસીક દરમિયાન પેડુમાં દુ:ખાવો, મુડ સ્વિંગ્સ જેવી તમામ સમસ્યાઓ દૂર કરશે સરળ ટિપ્સ
માસીક દરમિયાન મહિલાઓને કેટલીક વખત વિવિધ પ્રકારના દુ:ખાવાની ફરિયાદ રહેતી હોય છે. ‘પિરિયડ ક્રમ્પસ’ જેને લીધે અસહ્ય પીડા થાય છે જે સ્ત્રીઓની માનસીક સ્થિતિ પણ બગાડે છે. જો કે પિરિયડસમાં પેઈન સામાન્ય છે. પરંતુ હેલ્ધી પિરિયડસ પેઈન ફ્રી હોવા જોઈએ. પિડાદાયક પિરિયડસ મેદસ્વિતા, બદલતી લાઈફ સ્ટાઈલ, ધુમ્રપાન, હોર્મોનલ ઈન્બેલેન્સ અને શારીરિક કસરતોના અભાવને કારણે થાય છે. જેને લીધે માસીકનો રેગ્યુલર સમય પણ મીસ થઈ જાય છે.
સામાન્ય રીતે સમાજમાં પિરિયડસને લઈ કેટલીક ગેરમાન્યતાઓ છે પરંતુ મહિલાઓ માટે પિરિયડસ એટલા માટે આશિર્વાદરૂપ છે કારણ કે તે શરિરમાં શુદ્ધિકરણનું કામ કરે છે. માટે પિરિયડસને પિડાદાયક નહીં પરંતુ હેપ્પી અને હેલ્ધી બનાવવા માટે ગાયનેકોલોજીસ્ટ રિતા બક્ષીની પિરિયડસ દરમિયાન પેઈન રિમેડીઝ ટિપ્સ તમારા માસીકને લગતી દરેક સમસ્યાઓનું નિવારણ કરશે.
માસીક દરમિયાન સૌથી મહત્વની બાબત છે શરિરની હુંફ, ગરમ પાણીના પેડ, શેક અથવા ગરમ પાણી ભરેલી બોટલથી કમરના પાછળના ભાગમાં શેક કરવાથી શરિરમાં ટુટ થતી નથી અને માસીક દરમિયાન ગરમ પાણીનું સેવન અને ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. આ પ્રક્રિયા મસલ્સને રિલેક્ષ રાખે છે અને બ્લડ ફલોને સરળ બનાવે છે.
જેવી રીતે તાવ-શરદી દરમિયાન શરિરમાં તુટ થતી હોય તેવો દુ:ખાવો પિરિયડસ દરમિયાન દર મહિને મહિલાઓને થતો હોય છે આ સમય મુડ સ્વિંગ્સ પણ ઘણા રહે છે માટે પિરિયડ ક્રમ્પસથી રાહત મેળવવા માટે બોડી મસાજ શ્રેષ્ઠ વિકલ્પ છે. જેથી મસલ્સ ફ્રી રહે છે. અને શરીર પણ રિલેકસ રહે છે. માસીક સમયે તણાવ અને ગુસ્સો સામાન્ય બની જાય છે. જેને નિયંત્રણમાં રાખવા યોગ અને મેડિટેશન ખુબજ ઉપયોગી બને છે જે સ્ટ્રેસ રિલિઝ માટે ખુબજ ઉપયોગી સાબીત થઈ શકે છે. સામાન્ય દિવસોની સરખામણીએ પિરિયડસ દરમિયાન ખોરાક અને ડાયેટ ચાર્ટ ઉપર વધુ મહેનત કરવી જોઈએ.
માસીક સમયે લીલા શાકભાજી, ડ્રાયફ્રુટસ, ફળો, ડાર્ક ચોકલેટ આ પ્રકારના ખોરાક લેવાથી સંતોષ મળે છે અને ખોરાકમાં કોફી વધુ નમક ધરાવતી વાનગીઓ, આલ્કોહોલ અને કાર્બોનેટેડ ડ્રિંક એવોઈસ કરવા. માસીક દરમિયાન લિંબુ અને મધ સાથે ગરમ પાણીનું સેવન ખુબજ ઉપયોગી બને છે.
૪ થી ૫ દિવસોમાં બને તેટલું ચાલવાનું રાખો અને યોગા તેમજ સ્ટ્રેચિંગ એકસરસાઈઝ કરવી જોઈએ. જેથી બ્લડ સકર્યુલેશન ઈમ્પ્રુવ થશે અને પેડુમાં દુ:ખાવાની ફરિયાદ પણ નહીં રહે. ડોકટરો હંમેશા વધુ પાણી પિવાની સલાહ આપતા હોય છે. એવામાં પિરિયડસ દરમિયાન તો શરિરને હાયડ્રેટ રાખવું ખુબજ જ‚રી છે. માટે બને તેટલુ પાણી, તરળ પદાર્થ લેવાનું રાખો, તેથી મસલ્સ રિલેકસ રહેશે તેમ કોબિજ, કાકડી, ટમેટા જેવા સલાડ પણ પાણીના વિકલ્પમાં લઈ શકો છો.