‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ માં ટેકનિકલ નિષ્ણાંત તથા આદર્શ ગ્રીન એન્ડ ટ્રેકનોલોજી સોલ્યુશનના દર્શનભાઇ ઓઝા સાથે ઇ-વ્હીકલ વિના છુટકો નથી જ ઉપર ચર્ચા કરી જેના અંશો અત્રે રજુ કરેલ છે
આવનારા ભાવિ પેડી માટે પર્યાવરણ તથા શુઘ્ધ હવા માટે ઇ વાહનોનો ઉપયોગ વધારવો જરુરી બને છે અને અન્ય વાહનો દ્વારા પ્રદુષણ થતું અટકાવવું જોઇએ તથા પર્યાવરણનું રક્ષણ અને જતન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ બને છે.
પ્રશ્ર્ન:- પ્રદુષણ કરતા વાહનો છે તે પર્યાવરણ માટે નુકશાન કારક છે જે જાણતા હોવા છતાં ઇલેકટ્રીક વાહનો પર શ્રઘ્ધા કેમ નથી?
જવાબ:- કોઇપણ નવી ટેકનોલોજી આવે તો તેની સ્વિકૃતિ લોકોમાં જલ્દી થતી નથી નવી ટેકનોલોજી હંમેશા મોંધી હોય છે. દિવસે- દિવસે તેમનું ‘કોસ્ટ કટીંગ’ થતાં વાર લાગતી હોય છે. એમ, નવી ટેકનોલોજી વાળા ઇલેકટ્રીક વાહનોની વાત કરીએ તો ફોરવીલ 12-15 થી શરુ થાય છે અને ર થી 2.5 કરોડની પણ આવે છે. ઇન્ફ્રાસ્ટ્રકચર નહિ હોય તો ઇલેકટ્રીક વાહનનું ચાજીંગ કર્યા કરાવશે?
ઇલેકટ્રીક વાહન એક જ ગેરલાભ છે જેમાં કોઇ ‘અલ્ટરનેટ ફયુઅલ’ નથી. સી.એન.જી. કે અન્ય ફયુલ દ્વારા ચાલતા વાહનોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર હોય છે. અને ઇલેકટ્રીક વાહન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ કરવું પડે છે. જેમાં સરકાર પ્રયત્ન કરે છે સાથે પ્રાઇવેટ પ્લેયરસને પણ આગળ આવવું પડશે. સરકારએ કોઇપણ જાતનું નિયંત્રણ નથી રાખ્યું, પરંતુ, ઇલેકટ્રીક વાહન માટે સબસીડી પણ આપે છે. અમુક, શહેરોમાં ચાર્જ માટે 1પ થી રર રૂપિયા એક યુનિટના લ્યે છે.
ટાટા વાળા અત્યારે 4 હજાર કરોડનો પ્લાન્ટ લીથીયમ આર્યનો નાખે છે, જે ઢોલેરામાં નાખશે તો તેના લીધે બેટરીનું કોસ્ટીંગ ઓછું થઇ જશે.
પ્રશ્ર્ન:- સરકારે નિયંત્રણ નથી રાખ્યુ તો પ્રાઇવેટ પ્લેયરસ ન આવવાનું શું કારણ હશે?
જવાબ:- સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં લોકો એવું જોવે છે કે જો કોઇ ઇન્વેસ્ટ કરે તે કમાણી કરશે તો જ બીજા ઇન્વેસ્ટ કરે છે. આઁબો કયારેય તરત જ ફળ આપતુ નથી. તે રીતે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ કરો તો ર થી 3 વર્ષ સમય કાઢવો પડે અને તેનું પરિણામ મોડું જ આવે છે જે લોકો પ્રથમ આ બીઝનેશને ચાલુ કરશે તોને સૌથી વધુ લાભ મળવાની શકયતા રહે છે.
પ્રશ્ર્ન:- ટુ-વ્હીલર વાહનોમાં હજુ પણ લોકો વિશ્ર્વાસ નથી કરતા તેનું શું કારણ છે? લોકોને મોંધા ટુ-વ્હીલ લેવા છે પરંતુ 35-40 હજારનું ઇ-બાઇક કેમ નથી લેવા?
જવાબ:- પહેલા લિથીયમ આર્યન બેટરી આવી ન હતી, તે લેન્ડેસિક બેટરી પર ચાલતું હતું. આજની તારીખે નવી નવી ટેકનોલોજી અને અપગ્રેડેશન આવી ગયું છે પરંતુ, એક બીજું જોઇએ તો સરકાર તેના પર કોઇપણ નિયંત્રણ નથી કે વાહન સ્ટાડર્ડ બેટરી હોવી જોઇએ. અત્યારે લિથીયમ આર્યનની બેટરી આવે છે તે પોતે એટલે ગરમ હોય છે અને તેને ફુલ ચાર્જ કરવાની જરુર નથી અત્યારે ઉનાળામાં હીટ વેવ હોય, વાહન ચાલતા એન્જીનમાં હીટ હોય તો તે બધો માર બેટરી પર પડે છે. અને તેફાટવાનો કે સળગવાનો પ્રશ્ર્ન ઉભો થાય છે. જેનું ઘ્યાન રાખવું જરુરી બને છે.
પ્રશ્ર્ન:- ટુ-વ્હીકલમાં બેટરી ફાટવાનું કે તેવા એકસીડન્ટ થવાનું કારણ લીથીયમ બેટર ફુલ ચાર્જ કરે તે હોઇ શકે? તે બીજું હોઇ શકે?
જવાબ:- ફોર વ્હીલમાં કયારેય બ્લાસ્ટ ના ઇસ્યુ રહેતા નથી. કેમ કે, તેમાં બી.એમ.એસ. સીસ્ટમ રહેલી છે. (બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ) છે. જે તમારી બેટરીનું તાપમાન જોવે છે. જે તમારી બેટરીનું તાપમાન જોવે છે. ચાર્જ કેટલું છે તે જોવે છે. સ્પીડ જોવે છે. જે ટુ વ્હીલમાં નથી આવતી. આમ ટુ વ્હીલમાં બી.એમ.એસ. હોતું નથી.
પ્રશ્ર્ન:- લોકોને કેમ ખબર પડશે કે બેટરી કઇ સારી? બી.એમ.એસ. કે લીથીયમ વાળી બેટરી છે?
જવાબ:- બેટરી શોપિંગ પોલીસીના ડ્રાફટ આવેલો છે. જેમાં ગર્વમેન્ટ એ અનુસંધાન કર્યુ છે. જેમાં બેટરી શોપિંગમાં બેટરી ચાર્જ કરવાનો સમય નથી તો બેટરી બદલી આપશે તેની સામે અમુક ચાર્જ લેશે. જેમાં આ શોપિંગ માટે પણ છે અને બેટરી બેડ રાખેલ હોય છે. જેમાં બેટરી અલગ અલગ ક્ષમતા વાળી બેટરી હોય છે જેના અનુસંઘને રાખવામાં આવે છે.
પ્રશ્ર્ન:- શોપિંગ માટેનો ડ્રાફટ બહાર પાડયો છે જેમાં કંઇ અછત ઉભી થાય તો તેનું શું આયોજન હશે?
જવાબ:- આ વસ્તુની અછત અત્યારે ઉભી થતી નથે કેમ કે, ટેકનોલોજી હજુ ર્સ્ટાટરી પોઇન્ટ ઉપર છે જેમ ખર્ચ ઓછા થશુ તેમ તેમની માંગ વધશે. ગે્રજયુઅલી ટેકનોલોજીનો સેકયુરેશન પોઇન્ટ આવશે ત્યારે ઉપલબ્ધતા વધશે અને સમાંતર થઇ જશે.
પ્રશ્ર્ન:- વિદેશી કંપનીઓ હજુ ભારતમાં આવી નથી શકતી શું કામ?
જવાબ:- ટાટાની ‘ટીગોરા’ કરીને ઇલેકટ્રીક વાહન આવ્યું હતું. જેમાં ચાજીંગ સિસ્ટમ એ સી.એચ.એ. ડેમો કરીને હતી. ટેસલા કંપનીનું એવું છે કે જેમાં પ્રોપરાઇટરી ચાજીંગ સિસ્ટમ છે જેમાં તેઓ જયાં વેંચાણ કે ઉત્પાદન કરે ત્યાં ચાજીંગ સ્ટેશન ઉભા કરે છે જે ભારતમાં શકય બનતું નથી. ર0 થી રપ હજાર ચાર્જર એક એક ઝોનમાં નાખવા પડે ગાડી આવી જવાથી વેચાણ નથી થતું. આપણે ગર્વમેન્ટ એક નોર્મ્સ રાખેલા છે જેમાં સી.સી..એસ. ટાઇપ ર જ ચાર્જર રાખવું છે, તે સિવાય કોઇ ચાર્જ રાખવું નથી, જેટલા જુના ચાર્જર નાશ કરવાનું કહ્યું છે. અને સી.સી. એસ ટાઇપ-ર જ ચાર્જરનો ઉપયોગ કરવો તેમ જણાવ્યું હતું.
પ્રશ્ર્ન: આપણી કંપની કઈ વસ્તુમાં આગળ છે? કંપનો હેતુ શુ છે? લક્ષ્ય શું છે ?
જવાબ: લોકાનેે ચાર્જીંગ સ્ટેશન કયાં, કેવા પ્રકારના ડેવલોપ કરવા તેનું ચોકકસ પ્લાનીંગ કરી આપીએ છીએ જેમાં ચાર્જીંગ સ્ટેશનમાં ચોકકસ પ્રકારનું ડેપલોપમેન્ટ માટે 22 કે.ડબલ્યુનું ચાર્જીંગ કરી આપે તેવું સ્ટેશન ઉભુૂ કરી શકાય છે. ટુરિઝમ સ્થળોએ વધુ ફરવા માટે જયાં ઉભારહીએ છીએ તો ત્યાં ઈન્ફાસ્ટ્રકચર કરીએ તો ફ્રી અવર જવર થઈ જશે. લોકોને સારી સુવિધા ફ્રિ ચાર્જીંગની સુવિધા આપીએ તો સારૂ પ્રોત્સાહન મળી રહે છે.
પ્રશ્ર્ન: ઈલેકટ્રીક વ્હીકલનું ભવિષ્ય શું છે?
જવાબ: ઈલેકટ્રીક વ્હીકલ જ ભવિષ્ય છે. જેને સ્વિકારવું ફરજીયાત રહેશે. આજે નહિ તો ભવિષ્યમાં ઈ-વ્હીકલની સ્વિક્ૃતી કરવી જ પડશે. જેનાથી ભાવિ પર્યાવરણનું રક્ષણ થાય છે.
ઈન્સ્ટોલેશન ખર્ચ એ એકવાર છે કે તે વારંવાર કરવાનો રહે છે?
અમારા દ્વારા ચાર્જીંગમાં કંઈ ણ ખોટ ખાપણ હશે, ઓનલાઈન મોનીટરીંગ સીસ્ટમ હશે તેના દ્વારા સૌ પ્રથમ કંપનીને જાણકારી મળશે અને કંપનીમાંથી માણસો આવીને સર્વીસ પુરી પાડશે દર્શનભાઈ ઓઝા
ઈ-વાહન માટે સૌથી મહત્વનું ઈન્ફ્રાસ્ટ્રકચર જરૂરી છે: દર્શનભાઈ ઓઝા
ઈ-વાહન માટે દરકે જગ્યાપર ચાર્જિગં સ્ટેશન હોવું જરૂરી છે. અને તેના માટેનું પૂરતું ઈન્ફ્રાસ્ટ્રકચર હોવું જરૂરી છષ. તો જ ઈ-વાહનોનો ઉપયોગ વધે છે. અને તેના માટેનું પ્રોત્સાહન મળે છે.જેમાં સરકાર અને પ્રાઈવેટ પ્લેયરસ બંનેનો સાથ જરૂરી છે.
રાજકોટમાં કયા સર્વિસ સ્ટેશન કે ચાર્જીંગ પોઈન્ટ રાખીએ તો અગવડતા ન પડે?
સૌ પ્રથજ્ઞ હાઈવે ઉપર ઈન્ફ્રાસ્ટ્રકચરનું પ્રમાણ વધવુંજોઈએ અને હાઈ એન ચાર્જ હોવું જોઈએ જેમાં 15 થી 20 મીનીટમાં બેટરીચાર્જ થ, જાય અને બેટરીની ગુણવતા તથા વાહનને સાનુકુળ રાખવી જોઈએ જે સુરક્ષીત અને ઉપયોગી થાય.