આંખનો થાક આજકાલ એક સામાન્ય સમસ્યા છે જે કેટલાય કારણોથી થઈ શકે છે. એમાનું એક સામાન્ય કારણ છે ઉંઘ પૂરી ના થવી, ડિજીટલ મશીનોમાં વધુ સમય સુધી એકીટશે જોઇ રહેવું, ઓછા પ્રકાશમાં એકીટશે ભણવું, ખોટા વિજન પ્રિસ્ક્રિપ્શન, વધારે પ્રકાશ અથવા તો આંખની બીજી કોઈ અન્ય બિમારી.

આંખના થાકથી તમને બીજી પણ કેટલીક મુશ્કેલીઓ થઈ શકે છે. તેના કેટલાક મુખ્ય લક્ષણ છે આંખનું લાલ થવું કે પછી તેમાં બળતરા થવી, જોવામાં તકલીફ, આંખનું સુકાવુ કે પછી આંખમાં વારંવાર પાણી આવવું, ધૂધળું દેખાવું કે પછી ડબલ દેખાવું, પ્રકાશમાં આવવાથી વધારે સેંસિટિવ થવું, ગળું, પીઠ, કે પછી પીઠમાં દુખાવો થવો. જો કે દવાની દુકાનોમાં અનેક પ્રકારના આઈ ડ્રોપ કે પછી દવાઓ મળે છે પણ આખંના થાકને દૂર કરવા માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય પણ કરી શકો છો. આખંના થાકને દૂર કરવા માટે તમે આ નુસખાનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારી આંગળીઓથી પાંપળ અને ભ્રમરની આજુબાજુની માંસપેશિયોની ૧૦-૨૦ સેકંડ સુધી માલિશ કરો.
  2. ત્યારબાદ નીચેની પાંપળો અને હાડકાની ૧૦-૨૦ સેકંડ સુધી માલિશ કરો.
  3. પછી કપાળ અને ગાલના ઉપરના હાડકાની માલિશ કરો.
  4. આ દરરોજ એક થી બે વખત જરૂર કરો.

જ્યારે વધુ સમય સુધી વાંચવામાં કે પછી મોડે સુધી કમ્પ્યુટર કે પછી ટીવીની સામે બેસવાથી તમારી આંખ થાકી જાય છે. ત્યારે હથેળીઓથી માલિશ કરવાથી તમારી આંખને આરામ મળે છે. તેનુ મુખ્ય ઉદ્દેશ્ય તમારી આંખને આરામ આપવાનો હોય છે.

  1. તેના માટે પહેલા તમે આરામથી સીધા બેસી જાઓ.
  2. ત્યારબાદ તમારી હથેળીઓને ત્યાં સુધી મસળો જ્યા સુધી તે ગરમ થઇ જાય.
  3. હવે તમારી આંખને બંધ કરી અને પાંપળો પર વજન આપ્યા વગર પોતાની હથેળીઓને પોતાની આંખ પર રાખો.
  4. એકદમ રિલેક્સ થઇ જાઓ અને અંધારાનો થોડા સમય માટે આંનદ લો.
  5. હવે હળવેથી પોતાની આંખ ખોલો અને તમારી આજુબાજુ જુઓ.
  6. એક સિટિંગમાં આ ઓછામાં ઓછું ત્રણથી પાંચ વખત કરો.
  7. દિવસામા ચાર થી પાંચ વખત તેને જરૂર કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.