સાવને હિંડોળે બેઠાં કહ્યું, ‘‘હીના, બાનો પત્ર આવ્યો. ’’ હીનાને બદલે ઘરમાંથી માત્ર શબ્દો જ બહાર આવ્યા. ‘‘શું લખે છે વળી ?”
‘“મુન્નાને રમાડવા આવવાની ઇચ્છા….”
“ના, ના, અહીં કોઇનું કામ નથી. આપણાં બે પૂરતી રસોઇ કરી લઉં ને કપડાં ધોઇ લઉં છું ત્યાં થાકી જાઉં છું… એમાં વળી એ વધારાની પળોજણનો કયાં ઉમેરો કરવો ? ત્યાં પાડોશમાં કેટલાય મુન્ના હશે એને ભલે રમાડી લે, અહીં ધક્કો ખાવાની જરૂર નથી સાવન કંઇક કરવા જતો હતો પણ ત્યાં વચ્ચે જ દીનાએ ફાડ મારી
“મને રિઝવવાની કોશિષ ન કરશો, આજે તમારૂં અપમાન કરતા હું યાંય ની અચકાઉં, તમારી ઈચ્છા વિરૂધ્ધ મેં કયારેય પ નથી ભર્યું પણ આજે તો હું કહું તેમ જ થશે, તમને પુરૂષોને અમારી સ્થિતિની શી ખબર હોય…! આખો દિવસ કામ, કામને કામ
‘‘ઓહો! પણ મારી વાત તો સાંભળ…”
“મારે તમારો એક અગર નથી સાંભળવો. હું કાઇ નોકરાણી નથી કે તમારા બધાનો ઢસરડો કર્યા કરું, તમને શરમ નો નથી આવતી પણ મારી દયા ય નથી આવતી ? મા એવી બધી વહાલી હોય તો એની પાસે બેસી રહીને પૂજા કર્યા કરવી’તીને, આ બધી ઝંઝટ માટે ઉભી કરી ? તમને કે શબ્દો કહી દઉં છું… હમણાં ને મતાં જ પત્ર લખી નાખો કે અહિં કોઇની જરૂર નથી અને જો તમે એ ડોશીને તેડાવવા માગતા હો તો હું આ ચાલી મારે પિયર ” હીનાના ગુસ્સાનો પારી વિનય- વિવેકનું થર્મોમિટર તોડી ચૂકયો હતો.
તો તારી આ નિર્ણય અફર છે ને
‘“સાવન, હવે હું આ મુદ્દે તમારી સાથે એક શબ્દ પણ બોલવા
નથી માગતી. ‘
‘“હવે સાંભળી લે હીના, આ પત્ર તારી બાએ લખ્યો છે, મારી કાએ નહીં *
– ત્યાં તો હીનાના પગ જમીન સાથે ચોંટી રહ્યા !
જુઈના ફૂલ લઘુકથા સંગ્રહમાંથી
(નીલેશ પંડ્યા)