શિક્ષણ સમિતિ તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે : રંગોળી બનાવવા વેજીટેબલ, ફ્રુટ, કલર, કઠોળ વગેરેનો ઉપયોગ કરી શકાશે
રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રજ્ઞાનમ પ્રોજેક્ટ અંતર્ગત તા.15 ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય દિનને અનુલક્ષીને રાષ્ટ્રધ્વજની રંગોળની મેગા ઇવેન્ટનું આયોજન થયેલ છે.
આર.એમ.સી. શિક્ષણ સમિતિની 88 શાળાઓના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ તથા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શાળાઓ વિવિધ પ્રકારની રાષ્ટ્રધ્વજની રંગોળી બનાવશે. જેમાં ફ્રુટ, વેજીટેબલ, કલર, કઠોળ, વેસ્ટમાંથી બેસ્ટ એમ અનેક પ્રકારાને આવરી લેવાશે. રંગોળીની સાઇઝ મીનીમમ 2ડ્ઢ2 ફુટની રહેશે. એનાથી મોટી અને વિવિધ આકારમાં રાષ્ટ્રધ્વજની થીમ ઉપર રંગોળ બનાવવામાં આવશે.
આ ઇવેન્ટ વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના તથા ક્રિએટીવ કાર્ય કરવા ઉત્સાહ પ્રેરશે. આ ઇવેન્ટનુ આયોજન કરવા માટે આર.એમ.સી. શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડીત, શાસનાધિકારી પરમાર, ભટ્ટ, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રેસીડેન્ટ ડી.વી.મહેતા, સેક્રેટરી પરીમલભાઇ તેમજ બધી જ શાળાઓના પ્રિન્સીપાલો તથા શિક્ષકોનો પુરતો સહયોગ મળી રહેલ છે.
આ આયોજનને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ રાજકોટના બધા સભ્યો, પ્રેસીડેન્ટ પરે કાલાવડીયા, સેક્રેટરી ડો.હિતેશ સાપોવડીયા, વાઇસ પ્રેસીડેન્ટ તથા પ્રોજેક્ટ ચેર ઇશીતા છોટાઇ, કો-ચેર રાજેન શાહ, ટ્રેઝરર નીલેશ ભોજાણી, પ્રીયાંક ભરાડ અને પ્રો. મીનુ જસદણવાલા જહેમત ઉઠાવી રહ્યાં છે.