UIDAI  સતાવાર વેબસાઇટ  પર જરૂરી પ્રોસેસ કર્યાના 90 દિવસ પછી નવી તસવીર સાથેનું નવુ આધાર કાર્ડ અરજદારને ઉપલબ્ધ થશે

આધારકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. સરકારી કામ હોય કે, ખાનગી દરેક જગ્યાએ ઓળખ અને સરનામાં માટે આધારકાર્ડ બતાવવું જરૂરી બન્યું છે. સરકારી અને ખાનગી કામો માટેનો અભિન્ન દસ્તાવેજ એટલે આધારકાર્ડ. જ્યારે આધારકાર્ડ બનાવવાની પ્રક્રિયા દરમિયાન જ્યારે ફોટો ક્લિક કરવામાં આવે છે, ત્યારે ત્યાં કોઈ સ્પેશિયલ કેમેરો  હોતો નથી અને બેકગ્રાઉન્ડ પણ બરાબર હોતું નથી જેનાથી  ફોટો કંઈક ખાસ લાગે છે. આવામાં ઘણા લોકોના આધારકાર્ડમાં એકદમ ખરાબ ફોટો આવે છે. આ ફોટાને તમે ચેન્જ કરી શકો છો. તો હવે તમારે તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી.

અહી તમને આધાર કાર્ડમાં સારો ફોટો રિપ્લેસ કરવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. UIDA ફક્ત આધાર કાર્ડમાં કોઈપણ ફોટો બદલવા અથવા બદલવા માટે ઓફલાઇન સર્વિસ આપે છે. ફોટોમાં ફેરફાર માટે દરેકને નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડે છે. આ સિવાય પોસ્ટ દ્વારા પણ અરજી કરી શકાય છે.

સૌ પ્રથમ, તમારે UIDAI  સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યાં તમારે Get AADHAAR સેક્શનમાં જવું પડશે.

આધાર નોંધણી / અપડેટ ફોર્મ અહીંથી ડાઉનલોડ કરવું પડશે. તે પછી, ફોર્મ ભરો અને આધાર સર્વિસ સેન્ટર જઈને જમા કરાવવાનું રહેશે.

સેન્ટર પર ફિંગરપ્રિન્ટ્સ, રેટિના સ્કેન અને યુઝરનાં ફોટોગ્રાફ્સ ફરીથી કેપ્ચર  કરવામાં આવશે.

જો તમે માહિતીને અપડેટ કરવા  માંગતા હોય, તો 50 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે.

જ્યારે તમારી ફોટો અપડેટ્નુ આવેદન સ્વીકારવામાં આવશે, ત્યારે યુઝરને એક URN મળશે.

તમે આ નંબર દ્વારા જાણી શકો છો કે તમારૂ આવેદન ક્યાં સ્ટેજ પર છે.

માહિતીને અપડેટ કરવાના 90 દિવસ પછી, નવી તસવીર સાથેનું એક નવું આધાર કાર્ડ 3 મહિનામાં ઉપલબ્ધ થશે.

એટીએમવાળા આધારકાર્ડ:

UIDAI પણ લોકોને ફક્ત 50 રૂપિયામાં આધારકાર્ડ  ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે અને તે દેખાવમાં એટીએમ જેવું  કાર્ડ જેવુ લાગે છે.  સામાન્ય લોકો પણ આ કાર્ડને કઢાવી શકે રહેવા માટે, તેને ઓછા ભાવે રાખવામાં આવ્યા છે. પીવીસી સાથેનું આ આધાર કાર્ડ ઘણી સલામતી સુવિધાઓથી સજ્જ છે. આ પીવીસી કાર્ડમાં નાગરિકોની તમામ માહિતી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.