અર્થ એન્જિનના માધ્યમથી દુનિયાના કોઇપણ નકશાના ૩૫ વર્ષના સ્ટ્રીટ વ્યૂ, રિયલ મેપ અને નેવિગેશન જોઇ શકાશે
દુનિયાના સૌથી વિશાળ સર્ચ એન્જીન ગુગલે પૃથ્વીને ઉપાડી તમારા સ્માર્ટફોનમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે. જેથી હવે ૩૫ વર્ષની પૃથ્વીની ભૌગોલીક સ્થિતિ મોબાઈલમાં પણ જોઈ શકાશે. તેના માટે તમારે ગુગલ અર્થ ટાઈમલેપ્સની એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.૨૦૧૩માં ગુગલે સૌ પ્રથમ વખત ટાઈમલેપ્સ વિઝયુઅલાઈઝેશન વિકસાવ્યું હતુ ત્યારબાદ ૨૦૧૬માં તેનું અપડેટ વર્ઝન આવ્યું હતુ હવે પૃથ્વીની બદલતી ભૌગોલીક સ્થિતિના છેલ્લા ૩૫ વર્ષના નકશા હવે સ્માર્ટફોનમાં પણ જોઈ શકાશે.
ગુગલ અર્થ ટાઈમલેપ્સના માધ્યમથી પૃથ્વીની સ્થિતિને ખૂબજ નજીકથી જોઈ શકાશે. આ વર્ચ્યુઅલ મેપીંગ સેટેલાઈટ આધારીત બનાવાયું છે. આ મેપની મદદથી તમે ૩૫ વર્ષના કોઈપણ વર્ષ ઉપર કલીક કરી નાનામા નાની વિગત, રોડ રસ્તા જોઈ શકશો જેમાં મેપીંગ માટે નોર્મલ, હાઈબ્રીડ, ટેરિયન અને સેટેલાઈટ વ્યુ પણ છે. અર્થ એન્જીનમા કોઈપણ સ્થળના જીપીએસ સ્થળોની વિગતો જોઈ શકશો.
જેવી રીતે ફોનમાં ગુગલ મેપ છે.તેમ અર્થ એન્જીન ટાઈમ લેપ્સ છે.જેમાં તમે પૃથ્વીનો નકશો જોઈ શકશોએ પણ તમારા મનપસંદ વર્ષ મુજબ અર્થ એન્જીન ગુગલે નાસાની સેટેલાઈટના માધ્યમથી વર્ચ્યુઅલ વ્યુ તૈયાર કર્યો છે. આ એપની ભાષા ખૂબજ સ્પષ્ટ અને સરળ છે. જેનો ઉપયોગ કોઈપણ વ્યકિત સ્માર્ટફોન કે ટેબલેટમાં પણ કરી શકશે એટલે હવે કહી શકાય કે ૧૯૮૪થી પૃથ્વી કેવી દેખાય છે અને દર વર્ષે તેમાં કેટલાક ફેરફારો અને અપડેટ છે તે હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ રહેશે.
અર્થ ટાઈમલેપ્સ પણ ગુગલ મેપનોજ ભાગ છે. આજનો સમય એવો છે કે કોઈપણ વ્યકિતએ અજાણી જગ્યા ઉપર જવુ હોય અને સ્થળ જોયું ન હોય તો તરત ફોનમાં ગુગલ મેપનો સહારો લઈ આપણે કોઈપણ ડેસ્ટીનેશન ઉપર પહોચી જતા હોય છીએ ત્યાર હવે ગુગલ મેપનું અપડેટ અને જબરદસ્ત ટેકનોલોજી ધરાવતું અર્થ એનજીનથી તમે પૃથ્વીની સફર કરી શકશો અને અર્થ એન્જીન ટાઈમ મશીન જેવું કામ કરશે.
આ ઉપરાંત જીપીએસ ‚ટ ફાઈન્ડર, લોકેશન શેરીંગ, સ્પીડો મીટર, સ્ટ્રીટ વ્યુ અને આસપાસના સ્થળો પર અર્થ એન્જીનમાં જોઈ શકાશે તેથી વાહનની ગતી પણ માપી શકાશે અત્યાર સુધી ડેકસટોપ વર્ઝન ઉપર જ અર્થ એન્જીન ઉપલબ્ધ હતુ હવે તમારા સ્માર્ટફોનમાં પણ વર્ચ્યુઅલ મેપનો અનુભવ કરવા એપ ડાઉનલોડ કરો.
જેથી હવે તમે માત્ર ડેકસટોપ પર જ નહીં પરંતુ સ્માર્ટફોન ઉપર પણ અર્થ એન્જિન દ્વારા મેપિંગનો નવો જ અનુભવ કરી શકશો. આપણે ફિલમોમાં અત્યાર સુધી ટાઇમ મશીનો જોયા છે પરંતુ આ જ ટાઇમ મશીન તમારા સ્માર્ટ ફોનમાં પણ ઉપલબ્ધ થશે બસ મનપસંદ વર્ષ પર ક્લીક કરો અને દુનિયાના કોઇપણ છેડાની ભૌગોલિક સ્થિતિ, સ્ટ્રીટ વ્યૂ, ૩ડ્રી મેપિંગ, પર્યટન સ્થળો અને તમામ માહિતી ટાઇમલેપ્સ અર્થ પરથી જાણો. આમ તો ગૂગલે ૨૦૧૩માં તેની સર્વિસ અર્થ સર્ચ એન્જિનથી શરૂઆત કરી હતી પરંતુ હાલના સમયમાં સ્માર્ટફોનના વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખી આ સર્વિસને વધુ મોડીફાય કરવામાં આવી છે.