ચાલુ વર્ષે તા.ર૭/રથી ર૭/૪/૨૦૨૧ દરમિયાન કુંભ મેળો હરિદ્વાર ખાતે યોજાનાર છે. આ મેળાથી કોરોના વાયરસ નું સંક્રમણ ન વધે ને મેળો સુરક્ષિત રીતે સંપન્ન થાય અને યાત્રીકો સંપૂર્ણ તકેદારી /સાવચેતી સાથે મેળાની મુલાકાત લે તે માટે ઉતરાખંડ સરકાર વ્યવસ્થિત અને સુચારૂ આયોજન કરી રહી છે.
ભારતભરના વિવિધ રાજયોમાંથી શ્રધ્ધાળુઓ મુલાકાતે આવાના હોઈ ભારત સરકાર દ્વારા કોરોના સંક્રમણ ને અટકાવવા ખાસ જઘઙ જાહેર કરેલ છે ૬૫ વર્ષથી મોટી ઉંમરની વ્યકિત અને ૧૦ વર્ષ થી નાના બાળકો, ડાયાબીટીક, બ્લડપ્રેસર, હદય, કિડની, ફેંફસા-મગજની બિમારી, કેન્સર કે અન્ય બિમારીવાળા વ્યકિતઓ તેમજ સગર્ભાબહેનો એ આ મુલાકાત ટાળવી હિતાવહ છે.
નિયત નમુનામાં આરોગ્ય નું પ્રમાણપત્ર કુંભમેળામાં પ્રવેશ કરતી વખતે રજુ કરવું જરુરી છે. વધુમાં વધુ ૭૨ કલાક પહેલાનું નિયત નમુનામાં નેગેટીવ રીર્પીટ રીપોર્ટ કુંભમેળામાં પ્રવેશ કરતી વખતે રજુ કરવું જરુરી છે. શ્રધ્ધાળુઓએ મુલાકાત પહેલાં ઉતરાખંડ સરકારના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું.
તેમજ આરોગ્ય સેતું એપનો ઉપયોગ મુલાકાત દરિમયાન સતત કરવાનો રહેશે. તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.