રજાઓના દિવસોમાં ફરવા માટે જવા માટેના બેસ્ટ ચાર સ્થળો
જયપુર, રાજસ્થાન:
રાજસ્થાનની રાજધાની એટલે કે પિંક સિટી જયપુર ટૂંકા પ્રવાસ માટે ઉત્તમ સ્થળ છે. પિંક સિટીમાં જોવા માટે ઘણું બધું છે અને ત્યાનું ભોજન અદ્ભુત છે. જો તમે જયપુર જઈ રહ્યા છો, તો મોટી ચોપર અને છોટી ચોપરના પ્રખ્યાત બજારોમાં ખરીદી કરો.
માઉન્ટ આબુ :
સપ્ટેમ્બરમાં માઉન્ટ આબુની સુંદરતા વધુ વધી જાય છે. અહીં સનસેટ પોઈન્ટ પર પાર્ટનર સાથે સેલ્ફી લેવાની વાત જ કંઈક અલગ છે. ટ્રેકિંગ, કેમ્પિંગ ઉપરાંત અહીં તમે લવર પોઈન્ટ, દેલવાડા જૈન મંદિર, અર્બુદા દેવી મંદિર જોઈ શકો છો.
વૃંદાવન, ઉત્તર પ્રદેશ:
ઉત્તર પ્રદેશમાં ઘણા ધાર્મિક સ્થળો છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત ભગવાન શ્રી કૃષ્ણનું ઘર વૃંદાવન છે. વૃંદાવનમાં ધાર્મિક યાત્રા ઉપરાંત અન્ય ઘણા સુંદર સ્થળોની મુલાકાત લઈ શકાય છે. ટૂંકા પ્રવાસ માટે મથુરા-વૃંદાવનનો પ્રવાસ બેસ્ટ છે.
કુનો નેશનલ પાર્ક:
મધ્યપ્રદેશમાં ઘણા નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તેમાંથી સૌથી મોટું કુનો નેશનલ પાર્ક છે અને તે પણ થોડા સમય પહેલા ચિત્તાના કારણે હેડલાઇન્સમાં આવ્યું હતું. તેની સુંદરતા તમને દિવાના બનાવી દેશે.