જીન્સ એ એવરગ્રીન પોશાક છે જે ક્યારેય ફેશનની બહાર જતું નથી. સ્ત્રી અને પુરૂષો બંને તેને પહેરીને તેમની સ્ટાઈલ સેન્સ જાળવી રાખે છે. જીન્સના વિવિધ રંગો, શેડ્સ અને ડિઝાઇન લોકોના કપડામાં જોઈ શકાય છે.
પરંતુ ઘણા લોકો વારંવાર ફરિયાદ કરે છે કે તેમના જીન્સ હંમેશા પેલા જેવા દેખાતા નથી. થોડા સમય પછી તેઓનો હાલ બેહાલ થઈ જાય છે.
તેનું કારણ એ છે કે જીન્સની યોગ્ય રીતે જાળવણી થતી નથી. જો તેની યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો તે ઝડપથી ખરાબ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા જીન્સને એકદમ નવું રાખવા માંગો છો, તો અહીં અમે તમને કેટલાક શાનદાર હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા જીન્સની સંભાળ રાખી શકશો.
બ્લીચનો ઉપયોગ ના કરશો
કપડા પર ડાઘ અને ફોલ્લીઓ થવી સામાન્ય બાબત છે. પરંતુ ઘણા લોકો જીન્સ પરથી આ ડાઘ દૂર કરવા માટે બ્લીચનો ઉપયોગ કરે છે. બ્લીચ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, જેનો ઉપયોગ કરીને જીન્સનો કલર બગડી શકે છે. આ જીન્સના લૂકને અસર કરે છે. આવી સ્થિતિમાં, જો જીન્સ પર ડાઘ હોય તો, ફક્ત પ્રવાહી ડિટર્જન્ટનો ઉપયોગ કરો.
ડ્રાયરમાં શુકાવાનું ટાળો
કેટલાક લોકો તેમના જીન્સને ધોયા પછી ડ્રાયરમાં મૂકીને સૂકવે છે, પરંતુ આવું બિલકુલ ન કરો. જીન્સને ધોયા પછી તેને ઝડપથી સૂકવવા માટે તેને ઓછા તડકા વાડી જગ્યા પર નેચરલ પવનમાં રાખો.
જીન્સને ઈસ્ત્રી કરશો નહી
જો તમે પણ તમારા જીન્સને ઈસ્ત્રી કરો છો, તો આવું કરવાનું ટાળો. તમને જણાવી દઈએ કે જીન્સની પોતાની ઇલાસ્ટીસીટી હોય છે. જ્યારે તમે જીન્સને ઈસ્ત્રી કરો છો, એટલે કે તેને પ્રેસ કરો છો, ત્યારે તેની ઇલાસ્ટીસીટી બગડે છે.
ગરમ પાણીથી ધોશો નહીં
જીન્સને ક્યારેય ગરમ પાણીથી ન ધોવા જોઈએ. જીન્સને હંમેશા ઠંડા પાણીથી જ ધોવા જોઈએ. આ જીન્સની ઇલાસ્ટીસીટી જાળવી રાખે છે. આનાથી જીન્સનો કલર પણ જળવાઈ રહે છે.