દિવસના પહેલા મીલ એટલે કે સવારના નાસ્તાને તમે પોતાના લિવર ડિટોક્સ માટે હોમ રેમેડીની જેમ ઉપયોગ કરી શકો છો. તેના માટે સવારના નાસ્તામાં કયા કયા ફૂડને તમે એડ કરી શકો આવો જાણીએ.
જંક ફૂડનું સેવન, પોલ્યૂશન અને સ્ટ્રેસના કારણે લિવરના હેલ્થ પર અસર પડે છે. તેમજ જો તમે પણ લિવર હેલ્થ સુધારવા માંગો છો તો સવારના નાસ્તામાં ખાસ સુધારો કરો. તેમજ સવારનો નાસ્તો લિવરને હેલ્ધી બનાવવા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ દરમિયાન જો સવારના નાસ્તામાં અમુક જરૂરી ફૂડનું સેવન કરવામાં આવે તો લિવર હેલ્થી બની શકે છે અને લિવર સાફ થાય છે.
ઓટ્સનું સેવન
સવારનો નાસ્તો હેલ્ધી હોવાની સાથે સાથે લિવર સાફ પણ હોવું જોઈએ. તેમાં સવારે નાસ્તામાં ઓટ્સનું સેવન કરવાથી લિવર હેલ્થ વધારે સારી બને છે. આ સાથે ફાઈબરથી ભરપૂર ઓટ્સ એક એવું ફૂડ છે જે પાચનને સ્વસ્થ્ય બનાવે છે અને લિવરના સ્વાસ્થ્યને વધારે સારૂ બનાવે છે. તેમજ ઓટ્સના સેવનથી લિવર ડિટોક્સ થાય છે અને લિવર હેલ્થ સારી રહે છે.
બેરીઝનું સેવન
સવારે નાસ્તામાં બેરીઝનું સેવન લિવરની હેલ્થ પર દવાની જેમ કામ કરે છે. તેમજ બેરીઝમાં બ્લૂ બેરીઝ, બ્લેક બેરી, ગોજી બેરી અને ક્રેનબેરીનો ઉપયોગ કરી શકો છો. તેમજ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર બેરીઝ લિવરને ઓક્સીડેટિવ ડેમેજથી બચાવવાનું કામ કરે છે અને લિવરને પ્રોટેક્ટ કરે છે. તમારા નાસ્તામાં રોજ આ બેરીઝનું સેવન કરવાથી તમારું લિવર હેલ્ધી બને છે.
નટ્સનું સેવન
નટ્સ સુપરફૂડ માનવામાં આવે છે. તેમજ તેનાથી બોડીમાં ઈન્ફ્લામેશન કંટ્રોલ રહે છે. તમારા નાસ્તામાં રોજ નટ્સનું સેવન કરવાથી લિવલનો સોજો કંટ્રોલમાં આવે છે.
તમારા નાસ્તામાં આ ત્રણેય ફૂડ્સનું સેવન કરવાથી લિવરમાં ફાયદો રહે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.