પ્રાઇસ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ. 815 થી રૂ. 825 : ઓફર બંધ થવાની તારીખ 18 જૂન શુક્રવાર : બિલ લઘુતમ 18 ઇક્વિટી શેર માટે અને પછી 18 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકશે

મુંબઈ, ભારત, 11 જૂન, 2021 : ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ  લિમિટેડ (કંપની કે KIMS હોસ્પિટલ)નો આઇપીઓ (ઇક્વિટી શેરની ઇનિશિયલ પબ્લિક ઓફર) 16 જૂન, 2021ને બુધવારે ખુલશે (આઇપીઓ/ઓફર). બિડ/ઓફર 18 જૂન, 2021ને શુક્રવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 815થી રૂ. 825 નક્કી કરવામાં આવી છે.

આઇપીઓમાં કુલ રૂ. 2,000 મિલિયન (ફ્રેશ ઇશ્યૂ)ના ફ્રેશ ઇશ્યૂ અને 23,560,538 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (ઓફર ફોર સેલ), જનરલ એટલાન્ટિક સિંગાપોર કે એચ પીટીઇ લિમિટેડના 16,003,615 ઇક્વિટી શેર (રોકાણકાર વિક્રેતા શેરધારક), ડો. ભાસ્કરરાવ બોલ્લિનેનીના 387,966 ઇક્વિટી શેર, રાજય બોલ્લિનેનીના 775,933 ઇક્વિટી શેર, બોલ્લિનેની રમાનૈયા મેમોરિયલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડના 387,966 ઇક્વિટી શેર (સંયુક્તપણે, પ્રમોટર વિક્રેતા શેરધારકો), 9 જૂન, 2021ના રોજ પ્રસ્તૃત રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી)ના પરિશિષ્ટ અમાં ઉલ્લેખિત વ્યક્તિઓના 6,005,058 ઇક્વિટી શેર સામેલ છે (અન્ય વિક્રેતા શેરધારકો તથા સંયુક્તપણે રોકાણકારો વિક્રેતા શેરધારક અને પ્રમોટર વિક્રેતા શેરધારકો, વિક્રેતા શેરધારકો અને આ પ્રકારના ઇક્વિટી શેર, ઓફર્ડ શેર્સ).

ઓફરમાં કંપનીના લાયક કર્મચારીઓ દ્વારા સબસ્ક્રિપ્શન માટે રૂ. 200 મિલિયન સુધીનું કુલ રિઝર્વેશન સામેલ છે (એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન). ઉપરાંત ઓફરમાં કર્મચારીઓનું એમ્પ્યોલી રિઝર્વેશન પોર્શનમાં લાયક કર્મચારીઓના બિડિંગ માટે ઓફર પર રૂ. 40 સુધીનું ડિસ્કાઉન્ટ સામેલ છે.

એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન સિવાયની ઓફરનો ઉલ્લેખ નેટ ઓફર તરીકે કર્યો છે.

બિડ લઘુતમ 18 ઇક્વિટી શેર અને પછી 18 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.

નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબી (એન્કર રોકાણકારો સિવાય)ને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. જો ઓફરનો મહત્તમ 75 ટકા હિસ્સો ક્યુઆઇબીને ફાળવી નહીં શકાય, તો કંપનીને પ્રાપ્ત થયેલી બિડની રકમ રિફંડ કરવામાં આવશે. વળી, સેબી આઇસીડીઆર નિયમનોને સુસંગત રીતે ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત બિડર્સને તથા ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. ઉપરાંત એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન અંતર્ગત અરજી કરનાર લાયક કર્મચારીઓને સપ્રમાણ આધારે ઇક્વિટી શેરની ફાળવણી થઈ શકે છે, જે તેમની પાસેથી ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.