- એક સાથે “દશ શુભયોગ” સંગમ: દોઢ હજાર વર્ષ પછી કાલે દુર્લભ ગુરૂ પુષ્ય નક્ષત્ર
- 25 ઓગસ્ટ ના સૂર્યોદયની સાથે જ તમામ 27 નક્ષત્રોમાં શ્રેષ્ઠ અને શુભ પરિણામ આપનાર મુખ્ય નક્ષત્રનો થશે પ્રારંભ સાંજે 4:50 સુધી એક પણ ઘડી નહીં હોય “અશુભ”
શુભ સંયોગ દુર્લભ ગણાય પણ આવતીકાલે 25મીના ગુરુવારનો દિવસ દોઢ હજાર વર્ષ પછી એવો યોગ સર્જક દિવસ બનશે કે જેમાં એક સાથે દશશુભ યોગ નો સંગમ થશે ,આવતીકાલે શ્રાવણ માસમાં ગુરુ પુષ્યમૃત યોગ ધાર્મિક દ્રષ્ટિએ પણ અતિ મહત્વનું ગણાય છે,
ગુરુ પુષ્ય નક્ષત્રમાં શુભ ખરીદી અને શુભ કાર્યોની શરૂઆત કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે, જેમ દિવાળીમાં શુભ કાર્ય, ખરીદી કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, તેવી જ રીતે ગુરુ પુષ્ય નક્ષત્રના સંયોગથી શુભ કાર્યની શરૂઆત કરવી અને નવી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, આવતીકાલનો 25 ઓગસ્ટ ગુરુવારે નક્ષત્રનો 10 મહાયોગ સાથે સહયોગ દોઢ હજાર વર્ષ પછી ફરીથી થઈ રહ્યો છે ત્યારે જ્યોતિષ્ય ગણતરી મુજબ 25 ઓગસ્ટના સૂર્યોદયની સાથે જ તમામ 27નક્ષત્રોમાં શ્રેષ્ઠ અને શુભ પરિણામ આપનાર પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થશે .
આ પુષ્ય નક્ષત્ર સાંજે 4:50 સુધી રહેશે આ દિવસે આખો દિવસ શુભ ગુરુ પુષ્ય નક્ષત્ર હોવાના કારણે મહામૃતમાં તમામ પ્રકારના શુભ કાર્ય કરવાથી કાયમી શુભ ફળ મળશે જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે ગુરુવારે પૂજ્ય નક્ષત્ર આવે છે ત્યારે ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ બને છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ અવસર પર ઘર ખરીદવું ફ્લેટ ખરીદવો જમીનમાં રોકાણ કરવું નવા કાર્યોની શરૂઆત કરવી ગ્રહ પ્રવેશ હીરા ઝવેરાત વાહન અને સોના ચાંદી ની સાથે સાથે લક્ઝરી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે લગભગ દોઢ હજાર વર્ષ પછી ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગ્રહોનો એવો સંયુક્ત આવે છે જોકે આ સંયોગ વર્ષમાં બે ત્રણ વાર જોવા મળે છે પરંતુ આ વખતે ગુરુ પુષ્ય નક્ષત્રના યુતી ગ્રહોનો એવો સહયોગ રચાઇ રહ્યો છે જે લગભગ દોઢ હજાર વર્ષ પછી તેનું નિર્માણ થઈ રહ્યું છે.
જ્યોતિષી ગણતરી મુજબ 25 ઓગસ્ટના દિવસે ગુરુ પુષ્ય નક્ષત્રનો સહયોગ દિવસે સૂર્ય સિંહ રાશિમાં ગુરુ મીન રાશિમાં શનિ મકર રાશિમાં બુધ ક્ધયા રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં રહેશે આ તમામ પાંચ ગ્રહો આ દિવસે પોતાની રાશિમાં હાજર રહેશે જે ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે નક્ષત્રના દિવસે સની અને ગુરુ બંને ગ્રહો પર વિશેષ પ્રકારનું યોગ બનાવી રહ્યા છે કારણકે બંને ગ્રહો આ સંયોગમાં પોતપોતા ની રાશિમાં હોવાથી પુષ્ય નક્ષત્રનો સ્વામી છે અને પુષ્ય નક્ષત્રનો દેવતા ગુરુ છે શુભ ગ્રહો નો આવો સંયોગ સદીઓ પછી બની રહ્યો છે.
પાંચ ગ્રહોના સહયોગથી આ દિવસે સર્વથા સિદ્ધિ અને અમૃત સિદ્ધિ અને હરિયાણ નામના ત્રણ મોટા અને શુભ યોગીની સાથે 10 યોગ પણ બની રહ્યા છે આ યોગમાં શુભ વરિષ્ઠ ભાસ્કર ઉભયચારી હર્ષ સરલ અને વિમલના નામ સામેલ છે આવી સ્થિતિમાં દિવાળીના બે મહિના પહેલા રચાયેલા ગુરુપુષ્ટ સહયોગમાં ખરીદી અને શુભ કાર્ય શરૂ કરવા માટે એક શુભ અવસર છે
પુષ્ય નક્ષત્ર અંગે એવી માન્યતા છે કે ગુરુવારે પૂજ્ય નક્ષત્ર ના કારણે તેનું સવિશેષ મહત્વ થઈ જાય છે આ સુખિયોગમાં સોના અને સોનાના આભૂષણો ખરીદવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે જ્યોતિષ આચાર્ય અનુસાર તાતુલ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી શ્રેષ્ઠ છે આ સ્થિતિમાં ગુરુ પુષ્ય નક્ષત્ર માટે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે
ધાર્મિક રીતે પુષ્ય નક્ષત્રનું મહત્વ
બોહસ્પતિ દેવનો જન્મ પણ પુષ્ય નક્ષત્રમાં થયો હતો તેત્રીય બ્રાહ્મણ માં કહેવાયું છે કે બૃહસ્પતિ પ્રથમ જૈન નક્ષત્ર અભિશમ બાવા નારદપુરાણ અનુસાર આ નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિ બળવાન દયાળુ ધાર્મિક ધનવાન વિવિધ કળાના જાણકાર દયાળુ અને સત્યવાદી હોય છે શરૂઆતથી આ નક્ષત્રમાં કરવામાં આવેલા તમામ કાર્યોને શુભ માનવામાં આવે છે પરંતુ માં પાર્વતી ના લગ્ન સમયે શિવ તરફથી મળેલા શ્રાપના પરિણામે આ નક્ષત્રને પાણી ગ્રહણ સંસ્કાર માટે વર્જિત માનવામાં આવે છે આવતીકાલે દોઢ હજાર વર્ષ પછી ગુરુપુષ્ય નક્ષત્રનો સંયોગ થયો છે ,
આવતીકાલે 25 મી એ ગુરુવારે બપોરે ચાર અને 16 મિનિટ સુધી યોગ છે શ્રાવણ મહિનામાં ગ્રુપ શ્યામૃત યોગ થતો હોવાથી ધાર્મિક રીતે આ યુગનું મહત્વ વધી જશે આવતીકાલે ગુરુ પુષ્ય અમૃત ના શુભ યોગમાં ભગવાન શંકરની પૂજા પાઠ જબ તપ વગેરે શુભ ફળ આપનાર બની રહે છે સોનુ ચાંદી યંત્ર વાહનની ખરીદી કરવી શુભ બની રહેશે ગુરુ શુક્ર શનિવારે આરા વાળા હોવાથી પિતૃ ઉપાસના કરવી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.