આજના યુગમાં ભાઇ-ભાઇ કે ભાઇ-બહેને ભડતું નથી: સંયુકત કુટુંબમાં આવી કોઇ સમસ્યા ન હતી, વિભકત થયાની સાથે વિમુખ પણ થયા: આજે લોકોમાં ધીરજ, સંયમ અને સહન શકિત ખુટતી જાય છે

family parents grandparents Morsa Images Taxi 56a906ad3df78cf772a2ef29 2

આજનો વ્યકિત સદગુણ સદાચાર અને સંબંધ કરતાં આર્થિક બાબતોને વિશેષ મહત્વ આપે છે: પૈસા, સંપતિ કે મિલ્કત માટે સગા ભાઇઓ પણ પરસ્પર દુશ્મનની જેમ વર્તે છે

આજના યુગમાં બધાને રાતો રાત કરોડપતિ બની જવું છે, મહેનત કરવી નથી, મંત્રી: સંઘભાવના, ભાઇચારો, સહકાર જેવા અમૂલ્ય શબ્દો હવે માત્ર ચોપડીઓમાંથી જ જોવા મળે છે. આજે ગમે ત્યાં મતભેદ જોવા મળી રહ્યો છે, અને તેને કારણે જ સંબંધો તૂટવા લાગ્યા છે. આજે તો માનવી સામે વાળાનીલાગણી પ્રેમ જેવું કંઇ જોતો નથી, તે માત્ર પોતાનો સ્વાર્થ જ જોવે છે. આજે સંબંધોમાં આર્થિક મજબૂતી પ્રથમ જોવામાં આવે છે, સાવ સરળ શબ્દોમાં વિચારીઓ તે સુખી થવું છે ? તો દુ:ખીને જુઓ, અને દુ:ખી થવું હોય તો સુખીને જાુઓ, આજનો યુગ દેખા દેખીનો છે, પોતાની ત્રેવડ હોય કે ન હોય પણ દેણા કરીને દેખાડો કરે છે.

આજે માનવી સામાજીક લાઇફથી દુર થઇ ગયો છે. સંબંધોનું કોઇ મહત્વ જોવા મળતું નથી. આજે સગાભાઇ-ભાઇ કે ભાઇ-બહેન વચ્ચે પણ સંબંધોની તીરાડ જોવા મળે છે. પહેલાના જમાનામાં ઘરનાં મોભીની છત્રછાયામાં બધા હળી મળીને રહેતા હતા, ત્યારે મતભેદ તો હતા જ પણ મનભેદ ન હોવાથી સૌ મોજમાં રહેતા હતા. આજે વિભકત કુટુંબમાં તો મુશ્કેલીનો પાર જોવા મળે છે. સંયુકત પરિવારમાં કોઇ સમસ્યા ન હતી. જુદા થયા એટલે, બધી જ રીતે જુદા થયા !

આજે લોકોમાં સૌથી અગત્યની બાબત ધીરજ, સંયમ અને સહન  શકિત જેવી ઘણી અગત્યની બાબતની ખોટ જોવા મળે છે. આજે લોકો સંબંધોને વાપરે છે. આજનો માનવી સદગુણ, સદાચાર અને સંબંધ કરતા આર્થિક બાબતોને વિશેષ મહત્વ આપે છે. પહેલો સગો તે પાડોશી, પણ આજે શેરીમાં કે ફલેટમાં કોણ રહે છે, તેની જ ખબર હોતી નથી. પૈસા, સંપત્તિ કે મિલકત માટે સગાભાઇઓ પણ પરસ્પર દુશ્મનની જેમ વર્તે છે. ઘણા કિસ્સાઓમાં પત્નીની જીદને કારણે જ કુટુંબ – પરિવાર છિન્ન-ભિન્ન થઇ જતો જોવા મળે છે, આજે વ્યવહારમાં લાગણીનું ચલણ નામ શેષ થઇ ગયું છે.

જિંદગી એક ટ્રેજેડી છે, અને સુખ એટલે મઘ્યાંતર, આજે દરેક માનવીને કંઇકને કંઇક ખુટે છે, પછી એ ગરીબ હોય કે શ્રીમંત ગરીબને પૈસાદાર અને પૈસાદરને વધુ શ્રીમંત બનવું છે. સંબંધોનો ઉપયોગ કરીને આગળ નીકળી જવાની એક દોડ ચોમેર દિશાએ જોવા મળે છે, જરુર હોય ત્યાં સુધી સંબંધોને સાચવી રાખવાનો અને પછી તોડી કે ફેંકી દેવાનો આજે કોઇને સંબંધોની સાચી પરિભાષા ખબર જનથી કે ખબર રાખવી નથી, કારણ કે માનવી ને પોતાનો જ સ્વાર્થ દેખાય છે, પછી મિત્ર હોય કે પરિવારનો કોઇપણ સદસ્ય બસ મારુ કામ થઇ ગયું ને આ એક જ વાત વિચારે છે. એકબીજાને સારા નરસા પ્રસંગે ખંભે-ખંભે મિલાવીને સાથ સહકાર આપવો તે જ સાચો સંબંધ કહેવાય છે. આપણાં જીવનમાં સંબંધોનું એક અલગ મહત્વ હોય છે. જીવનના દરેક ક્ષેત્રમાં માનવી સંબંધોના આધારે જ જીવન સફળ બનાવતો હોય છે.સંબંધોમાં સ્વાર્થ આવે તો તે સંબંધો કયારેય લાંબા ટકતા જ નથી. આજે કોઇ સંબંધોનું મુલ્ય સમજતો જ નથી, સંબંધો કયારેય સ્વાર્થની સીડી ન બનવી જોઇએ, પણ દુ:ખની વાત એ છે, કે આજે બધે જ આવું જ ચાલે છે, અપેક્ષા વગરનો સંબંધ મુત્યુ સુધી ટકી શકવાની ક્ષમતા ધરાવે છે. સંબંધોનો અર્થ સાથે હોવું કે અસર-પરસના જોડાણમાં રહેવું, આ જોડાણમાં જ તમે એકબીજા મુશ્કેલી જણાવી શકો છો. સંબંધ અને  વિશ્વાસને અતૂટ જોડાણ હોવાથી એકબીજાનો  વિશ્વાસ સંપાદન કરવો જરુરી છે. આપણાં જીવનમાં એક નવો સંબંધ બંધાય ત્યારે એક નવી દુનિયાનો આરંભ થાય છે.

ઘણા સંબંધો માટે કોઇ શબ્દો હોતા જ નથી, સરળતાથી બંધાયેલા સંબંધો સરળતાથી જ ચાલતા રહેવા જોઇએ, સંબંધો માણવા જેટલા સહેલા છે. તેટલા જ તેને ટકાવવા અઘરા છે. આજે સંબંધો તૂટવાના કિસ્સાઓ વધુ જોવા મળે છે, જયાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવાય પછી તો છુટ્ટા પડી જાય, ઘણી વાર ગેરસમજણ દૂર થવાથી ફરી સંબંધો બંધાઇ જતા જોવા મળે છે. આજે કયાંક સંબંધ બને છે. તો કયાંક તૂટે છે, ખબર નથી પડતી કે સંબંધ હોવા છતાં હજી એમાં શું ખૂટે છે.

“આજના સંબંધો ‘બીડી’ જેવા થઇ ગયા છે, થોડી થોડી વારે ફુંક ના મારો તો ઓલવાય જાય છે”

healthyfamilyrelationships 1
Want to be happy? So look at the sad, if you want to be sad, look at the happy

“સંબંધ માટેની પાંચ મહત્વની બાબતોમાં પરસ્પર વિશ્વાસ, સમાધાનકારી વલણ, પ્રમાણિકતા, એકબીજાને સમય આપવો અને એકબીજાની પસંદ-નાપસંદ જાણીને મહત્વ આપવું”

સંબંધ એટલે જોડાઇ જવું કે, જોડાયેલા રહેવું

ગુજરાતી વ્યાકરણમાં છઠ્ઠી વિભકિતનો અર્થસંબંધ થાય છે, સાવ સરળ શબ્દોમાં જોઇએ તો જોડાઇ જવું કે જોડાયેલા રહેવું, સંસર્ગ, જોડાણ, મિત્રતા, સંપર્ક, સગપણ, નાતો, સંબંધી જેવા વિવિધ શબ્દો આ સંબંધના અર્થમાં જ વપરાય છે, તે એક પ્રકારની સગાઇ કે બે વ્યકિતનું જોડાણ છે. વિવાહ કે સગાઇમાં પણ બે વ્યકિતનું જોડાણ કે સંબંધનું બંધન છે. તમારા વાણી, વર્તન, સ્વભાવ જેવા ઘણા ગુણો સંબંધ બાંધવામાં કામમાં આવતા હોય છે. બેકાળજી સંબંધોનું મૃત્યુ લાવે છે. એકબીજા પ્રત્યે માન-સન્માન, દરકાર જેવી ઘણી બાબતો સંબંધોને બળવત્તર બનાવે છે. જે તમને સમજે છે, તેને તમારી કોઇપણ ચોખવટની જરુર નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.