હાલ શિયાળો શરૂ થઈ ગયો છે અને આ ઋતુમાં ખોરાકની કાળજી લેવી ખૂબ જ જરૂરી બને છે. ખોરાકની અને શરીરની કાળજી લેવા માટે શિયાળામાં લોકો પોતાના ડાયટમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓનો પણ સમાવેશ કરે છે. એવામાં જો શિયાળામાં ડ્રાય ફ્રુટ્સને તમારા ડાઈટમાં શામેલ કરવામાં આવે તો એ મોઢામાં સ્વાદ વધારવાની સાથે સાથે શરીરને ફિટ રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. શિયાળામાં ખાસ કરીને ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી શરીરમાં ઘણા ફાયદા જોવા મળે છે. એટલા માટે આજથી જ તમારા ડાઈટમાં આ 5 ડ્રાય ફ્રૂટ્સને ઉમેરી દો.
શિયાળામાં ખાસ કરીને ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી શરીરમાં ઘણા ફાયદા જોવા મળે છે. એટલા માટે આજથી જ તમારા ડાઈટમાં આ 5 ડ્રાય ફ્રૂટ્સને ઉમેરી દો.
બદામ
બદામને ડ્રાયફ્રુટ્સનો રાજા કહેવામાં આવે તો તેમાં કઈં ખોટું નથી. જણાવી દઈએ કે બદામમાં ફેટી એસિડ, પ્રોટીન, ફાઈબર, ઝિંક, વિટામિન ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને આ સાથે બદામના સેવનથી રક્ત પરિભ્રમણ સારું રહે છે અને તેની સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ સુધરે છે. ઉપરાંત બદામ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ બરાબર જળવાઈ રહે છે. જો ભૂખ લાગી હોય એવા સમયે થોડી માત્રામાં બદામ ખાવામાં આવે તો એ તમારા શરીરની ઉણપને પૂરી કરે છે. આ સાથે તેની ગરમ અસર શિયાળામાં શરીરને લાભ આપે છે.
કાજુ
કાજુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યામાં ખૂબ જ અસરકારક હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે કાજુ શરીરના કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખે છે આ સાથે જ હાઈ બ્લડ પ્રેશરનું સ્તર પણ બરાબર રાખે છે. કાજુની અંદર પણ વિટામીન ઊ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચા માટે પણ ઘણું સારું કહેવાય છે. ઉપરાંત માઈગ્રેનના દુખાવામાં પણ કાજુ અસરકારક છે.
અખરોટ
શિયાળામાં અખરોટ ખાવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હાઇ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ સાથે જ અખરોટનું સેવન ત્વચા અને વાળ માટે પણ ઘણું સારું છે.
અંજીર
અંજીર એક એવું ડ્રાય ફ્રુટ છે જેમાં દરેક જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર મળી રહે છે. જણાવી દઈએ કે અંજીરમાં વિટામીન અ, ઇ1, ઇ12, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરીન, પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળે છે. સાથે જ તેના સેવનથી બ્લડ સુગરને પણ નિયંત્રિત કરી શકાય છે.
પિસ્તા
કહેવાય છે કે પિસ્તામાં દરેક જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ તત્વો મળી આવે છે . પિસ્તાનું સેવન તમારી ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે, જે તમારી ત્વચાને યુવાન રાખે છે.