ઈલેક્ટ્રીક જગતમાં બદલતા સમીકરણોની સાથે જે આધુનિકતા અને ટેકનોલોજી આવી છે. જેમાં ઇએલસીબી એમસીબી ઉપકરણ એક આગવું સ્થાન ધરાવે છે. આપણે ઘરે ઇલેક્ટ્રિક સગડી,એ.સી ,હીટર,ગીઝર ,ઈસ્ત્રી, ફ્રીજ ઘરઘંટી, વોશિંગ મશીન ,વોટર પાર્ક વગેરે તથા ઇન્ડસ્ટ્રીમાં ત્રણ ફેઝ પાવરથી ચાલતા મશીનો માં કોઈ કારણોસર ઇલેક્ટ્રોનિક પ્રાણઘાતક શોક લાગે તો માણસની મૂલ્યવાન જિંદગી ગુમાવે છે અથવા કાયમી શારીરિક ખોટ નો ભોગ બને છે આવા સમયે આપે ઇએલસીબી એમસીબી લગાવેલી હશે તો ઇલેક્ટ્રોનિક મેનપાવર બંધ કરીને અમૂલ્યવાન જિંદગી બચાવી શકાય છે ઇલેક્ટ્રોનિક શોક કે ઓવર લોડ થવાથી ઘણી વખત આગ લાગવાનો બનાવ પણ બનતો હોય છે. વળી ક્યારેક વાયરીંગ કે આપણા કીમતી સાધનો ને ભયંકર નુકસાન થતું હોય છે
ઇલકેટ્રીક ઉપકરણનો ર4 કલાકનો ચોકીદાર
ટી.વી., ફ્રીજ અને એ.સી. જેવા કિંમતી ઇલેકટ્રોનિક ઉપરકરણોને બચાવવા ઇએલસીબી એમસીબી લગાવવા જરૂરી: અકસ્માતના જોખમ ઘટાડી વીજબીલ પણ ઘટાડે છે
આ સમયે આપણી સંપતિ બચાવવાનું કાર્ય પણ ઇએલસીબી એમસીબી કરે છે. યહભબ-ળભબ માં આવતા શોક સર્કિટ કે ઓવરલોડેડ થતાં વાયર કરંટ ની જાળી તથા કનેક્શન ઉપરાંત કરંટ ની માત્રા ઇએલસીબી એમસીબી ના એમ્પિયર અનુરૂપ હોય એવું છે. નેચરલ ઓપન થવાને કારણે ક્યારેક આપણી સોસાયટીમાં કે ગામમાં 440 વોલ્ટ આવી જાય છે. ત્યારે ધડાકા માં ટ્યુબલાઈટ, ટીવી, કોમ્પ્યૂટર બળી જાય છે ઇએલસીબી એમસીબી આવા હાઈ વોલ્ટેજ થતાની સાથે જ કિંમતી વસ્તુઓ ને ભયંકર નુકસાન થી અટકાવે છે.
ઇએલસીબી એમસીબી આપણી સંપત્તિને બચાવે છે ઘણી વખત આપણી દિવાલ, દરવાજા કે નડમાં ધીમો કરંટ લાગતો હોય છે. આવા કિસ્સામાં આપણી જાનનું જોખમ તો રહેતું હોય છે. ઉપરાંત આપણે લોડ નું ઈન્સ્ટુમેન્ટ વાપરતા ન હોવા છતાં વેસ્ટ થતા પાવર ને કારણે ઇલેક્ટ્રોનિકનું તોતિંગ બિલ આવતું હોય છે. ઇએલસીબી એમસીબી આવા અર્થ ફોલ્ડથી લીકેજ થતા પાવર ને બચાવી ઇલેક્ટ્રિક બિલ માં ઘટાડો કરે છે
સ્ટાન્ડર્ડ કંપનીનું ELCB – MCB વીજળીથી થતી જાનહાનિ અને નુકસાનીને સેકન્ડના ત્રીજા ભાગે અટકાવી દે છે : કમલેશભાઈ પંડ્યા (એન્જલ ELCB – MCB)
ઇએલસીબી એમસીબી ની જરૂરિયાત વર્ષોથી લોકોને સમજાવવા માં મેં અગ્રેસર રહી ને કામગીરી કરી છે લગભગ છેલ્લા 30 વર્ષથી પણ વધારે સમયથી હું જનજાગૃતિ માં જ માનું છું અને લોકોની ગેરસમજણો ને દૂર કરતો રહું છું એલ સી બી એમ સી બી ઉત્પાદન તમે ઘણા વર્ષોથી કરતા આવ્યા છીએ એલ સી બી એમ સી બી આઈ એસ સ્ટાન્ડર્ડ મહત્વનું હોય છે અનુ સંચાલન કેન્દ્ર સરકાર મારફત થતું હોય છે અજય આપણે ઘરમાં કે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે મોંઘાદાટ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છીએ ખાસ તો જ્યારે રેસિડન્સીમાં જ ટીવી ફ્રીઝ એસી જેવા ઉપકરણોનો હેર ઘર વપરાશ વધી રહ્યો છે ત્યારે ઇએલસીબી એમસીબી એકમાત્ર છે કે જે તમારા આ મોંઘાદાટ વીજ ઉપકરણો અને વીજળીના શોર્ટસર્કિટ થી તેનું રક્ષણ કરતું હોય છે.
લીકેજ વાળા ઉપકરણો સામુંરજાનહાનિ થતી અટકાવી રક્ષણ આપે છે મનુષ્યની શોર્ટસર્કિટ થતાં જ્યારે ઝટકો સહન કરવાની ક્ષમતા 7 મીની હોય છે તેની સામે એલ.સી.બી માત્ર એક થી દોઢ લીલી નો ઝટકો શરીર સુધી પહોંચવા દેતો હોય છે એલ સી એમ સી ની આયુષ્ય લાંબો સમય રહેતી હોય છે પરંતુ ગ્રાહકે મહિને મહિને આને ચેક કરતું રહેવું આપણા ઘર કે ઇન્ડસ્ટ્રીઝ એકરે 80 ની અંદર કોઈપણ જાતની ખામી તો નથી ને તો તરત જ તેને સર્વિસ કરાવી જરૂરી છે સિંગલ ફેજ મા 210 વોલ્ટના પાવર ની ક્ષમતા હોય છે અને ફ્રીઝ માં 440 વોલ્ટના પાવર ની ક્ષમતા હોય છે જ્યારે આ બંને વોલ્ટ કરતાં વધારે વીજળી નો પ્રવાહ ઉપકરણો ને ડાયરેક્ટ મળે તારે નુકસાની ખૂબ થતી હોય છે ત્યારે આ નુકસાની ને સેક્ધડના ત્રીસમાં ભાગ્યે જ અટકાવી દે તું હોય છે એ સી બી એમ સી બી ગ્રાહકનો અને લોકોને મારી નમ્ર અપીલ છે કે જો તમે ઘરે મીટર લગાવ્યું હોય તો મીટર બાદ તુરંત જ એલસીબી એમસીબી લગાવી કે જે તમારા જીવનને તેમ જ તમારા વીજ ઉપકરણોની પણ સલામતીની તકેદારી રાખે છે.
હાઇવોલ્ટેજથી થતી દુર્ઘટનાને ટાળે છે ELCB – MCB: મુકેશભાઈ વાઘેલા (રિદ્ધિ ફર્નિચર)
દરેક ક્ષેત્રે ઈએલસીબી એમસીબી લગાવવું એ ફરજિયાત છે મનુષ્ય હાલ વીજળીનો ધમધોકાર ઉપયોગ કરી રહ્યો છે ત્યારે તેની સામે થતા આકસ્મિક ઘટનાઓને રોકવા માટેની એક માત્ર અત્યાર ની સુવિધા ઇએલસીબી એમસીબી છે ઘર વપરાશ માટેના વીજ ઉપકરણો જેવાકે ટીવી,ફ્રીઝ, એ.સી ને હાઈ વોલ્ટેજથી નુકસાન થતું હોય છે તેમજ ઘણી વખત આવા ઉપકરણો બંધ પડી જતાં હોય છે ત્યારે તેને વીજળીથી બચાવ કરવા અથવા તેના આયુષ્ય ને ટકાવી રાખવા યહભબ ળભબ જો લગાવેલુ હોય તો તાત્કાલિક ધોરણે નુક્સાન થતું અટકાવે અને વીજ ઉપકરણો અને રક્ષા પૂરું પાડે છે.
ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સ્વીચ ચાલુ બંધ કરવા અથવા તો સર્કિટ માં હાથ જતાં જે ઝટકો લાગે છે મનુષ્યને જાનહાનિ ની નુકશાની થતી હોય છે તેને અટકાવવા માં પણ ઇએલસીબી એમસીબી મહત્વનો ભાગ ભજવે છે. રેસીડેન્સ હોય ત્યાં સિંગલ ફેઝ વોલ્ટેજ નો ઉપયોગ થતો હોય છે જ્યાં સિંગલ ફેજ માં રેગ્યુલર 32 થી 24 ઇએલસીબી એમસીબી નાખવામાં આવતું હોય છે.
જ્યારે અચાનક લાઈટ જતાં જ ટ્રીપ થઈ જાય ત્યારે ઘણી વખત અંધારામાં જ ખ્યાલ ના આવે કે રોબર્ટ છે ક્યાં ત્યારે ત્યાં ઇમરજન્સી લાઇટ નો પણ હવે સમાવેશ કરવામાં આવ્યો છે કે જે તાત્કાલિક ધોરણે શરૂ થઈ જતી હોય છે હાલ વીજ ઉપકરણોની પાવર ક્ધઝ્યુમર વાળા આવી ગયા છે જે ખૂબજ ઓછો પાવરનો વપરાશ કરે અને વધુ સમય ચાલતા હોય છે.
વીજ ઉપકરણો પહેલા અત્યંત જરૂરી ELCB – MCB લગાવવું અનિવાર્ય:અનિલ ભાઈ જાની (રાજમંદિર કોર્પોરેશન)
છેલ્લા 24 વર્ષથી અમે આ ધંધા સાથે સંકળાયેલા છે. સૌપ્રથમ તો હું જણાવીદઉં કે હંમેશા કોઈપણ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ હોય કે રેસિડેન્સીયલ વીજ ઉપકરણો પહેલા ઇલેસીબી એમસીબી લગાવવું અનિવાર્ય હોય છે. લોકોએ સૌપ્રથમ જ્યારે ઘરમાં ઇલેક્ટ્રિસિટી મીટર લગાવ્યા બાદ જો કોઈ પહેલી વસ્તુ લગાવી પડે તો ઈએલસીબી એમસીબી હોવી જરૂરી છે વીજળી નો 24 કલાકનો ચોકીદાર અમે આને કહીએ છીએ. ઘરવપરાશના ઇલેક્ટ્રિસિટી ના દરેક ઉપકરણોમાં ક્યારે પણ શોર્ટસર્કિટ થવાની જો સંભાવના થાય ત્યારે એલસીબી એમસીબી એ ખૂબ ઉપયોગી બનતું હોય છે વ્યક્તિને જાનહાનિ થતી અટકાવે છે. તેમજ ફોલ્ડ ક્યાંથી થયો છે એની પણ ખાતરી આપી દેતું હોય છે સરકારે પણ એલસીબીને ફરજિયાત પણે દરેક ક્ષેત્રમાં લગાવવાની સૂચના કરી છે અમે સિંગલ ફેઝ અને ડબલ પેજની એલસીબી નું ઉત્પાદન કરી છે.
એલસીબીની ફાયદાની મા વાત કરું તો જે ઉપકરણો નુકસાન થતાં હોય છે. તેને નુકશાન થતા અટકાવે છે તેમજ અમારા એલસીબી માં અમે ડ્રીપ મૂકેલી હોય છે જેથી શોર્ટ સર્કિટ થતા જ એકથી બે જ મિનિટ નું સાયરન વાગવાનું શરૂ થઈ જતું હોય છે જે તરત જ ખ્યાલ આપે છે જેથી તાત્કાલિક ખબર પડી જતી હોય છે કે કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થયું છે અમે એલસીબી માં બે પ્રકારના મોડેલ બનાવી છીએ. આમ તો અમે 16 મોડેલ બનાવી છે પણ સાયરન વાળું અને સાયરન વગરનું અમે બને મોડલ બનાવી છે. સાયરન ની સાથે ટાઇમર સેટ કરવામાં આવ્યું હોય છે જેથી માત્ર બે જ મિનિટમાં સાયરન વાગતા તો બંધ થઈ જાય છે.
જો સાચો વાયરમેન હશે તો તે વાયરીંગ સમયે એલસીબી એમસીબી લગાવવાનું ફરજિયાત પણે આગ્રહ રાખજે છે અમે ચાર પ્રકારની એલસીબી નું ઉત્પાદન કરીએ છે જેમાં સિંગલ ફેજ અને થ્રિ ફેઝ બનાવી છીએ જેમાં અમે 20,32,40, 63 અને 100 આ પ્રકારના એમ્પિયર પ્રમાણે બનાવતા હોયછી થ્રિ ફ્રેઝમા હોસપાવર ઉપર કામ થતું હોય છે 23,36,42 અને 100 હોય છે ડોમેસ્ટિક માં અમે 32 એમ્પિયર એલસીબી એમસીબી નો વપરાશ રાખવાનો આગ્રહ કરતા હોય છે હોસ્પિટલ અને મોટા ઇન્ડસ્ટ્રીયલ શેત્રે 36 એમ્પીયર ની એલસીબી લગાવવાનો આગ્રહ રાખતા હોય છે ગવર્મેન્ટ દ્વારા સી.પી આર ટેસ્ટેડ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
એલસીબી એમસીબી ના ઉત્પાદકોને જો આ પ્રમાણપત્ર તમારી પાસે હોય તો જ તમે ગવર્મેન્ટ ને તમારો માલ સપ્લાય કરી શકો છો વિદેશમાં વીજળીનો 110 વોલ્ટેજ આવતો હોય ત્યારે આપ ક્યાં જોઈ શકો છો કે શોટસર્કિટથી કોઈનું મૃત્યુ થતું હોય છે ત્યારે આપણા દેશમાં 110 વોલટ એથી પણ વધારે વોલ્ટેજ નું વીજળીનું ઉત્પાદન થતું હોય છે જે વ્યક્તિને શોટ લાગતા મૃત્યુ સુધી લઈ જતું હોય છે જેથી ઇલેસીબી એમસીબીનો ઉપયોગ દરેક ક્ષેત્રે કરાવો અતિમહત્વપૂર્ણ છે લોકોને મારી નમ્ર અપીલ છે કે જો આપણે જેસીબીનો ઉપયોગ ના કર્યો હોય તો અત્યારે જ તેમનો આપના ક્ષેત્રે જે પણ ક્ષેત્રે આપ છો ત્યાં લગાવવો ફરજિયાત કરો જો તમે એલસીબી લગાડેલી છે તો એક બાયપાસ ની સ્પીચ તેને ઓન રાખો અને દર મહિને એકવાર ફરજિયાત ચેક કરવાનું રહેશે કે આપણી એલસીબી શરૂ છે કે નહી.