પોતાના અસ્તિત્વ માટે ઝંખતી નાગમતીને બચાવવાની ‘અબતક’ની ઝુંબેશમાં પ્રકૃતિ પ્રેમીઓ પણ જોડાયા
જામનગરની એક સમયની ભવ્ય ભૂતકાળ ધરાવતી તેમજ હાલ શાસકો તેમજ તંત્રના પાપે પોતાના અસ્તિત્વ માટે ઝંખતી નાગમતી નદી ના બચાવ માટે હાલ પ્રકૃતિપ્રેમીઓ મેદાને આવ્યા છે અબતક દૈનિક દ્વારા દુર્દશા પામેલી નાગમતી નદી માટે સતત બે દિવસથી અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે જેની સફળતાનાં ભાગરુપે હાલ પ્રકૃતિ પ્રેમીઓએ નાગમતી નદીના બચાવ માટે અબતક દૈનિકને પોતાના મંતવ્ય તેમજ અભિપ્રાયો આપ્યા છે સાથે જ જો તંત્ર સહકાર આપે તો નદી ને બચાવવા તેમજ પ્રદૂષણ અને દબાણ મુક્ત કરી આ નદી ફરીથી પહેલાની માફક વહેતી થાય તે માટે તૈયારી દર્શાવી છે.
જામનગર શહેર એ વર્ષોથી સૌરાષ્ટ્રના પેરિસ તરીકે વિખ્યાત છે આ શહેરમાં પ્રવેશતા જ ભવ્ય ભૂતકાળ ધરાવતી નાગમતી નદી આવે છે પરંતુ આ નદીની કમનસીબી કે શહેરીજનો તેમજ નબળી નેતાગીરી ના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાન હાલ આ નદી અત્યંત દયનિય એવી પરિસ્થિતિમાં છે કદાચ એ કહેવું પણ ખોટું ન કહી શકાય કે અમુક સ્થળોએ આ નદી એ પોતાનું અસ્તિત્વ પણ ગુમાવી દીધું છે અને નદીમાંથી એક ગટર માં પરિવર્તિત થઇ ચૂકી છે વર્ષો પહેલા આ નદીના કાંઠે જ્યારે શ્રાવણથી મેળા નું આયોજન થતું હતું ત્યારે લોકો તેની અંદર નૌકા વિહાર કરતાં પણ દાખલાઓ છે સાથે જ પ્રાચીન સમયમાં ઝંડુ ભટ્ટ આ નદીના પાણી વિશે જણાવેલ હતું કે ઔષધિઓ બનાવવા માટે આ નદીનું પાણી શ્રેષ્ઠ છે પરંતુ વર્ષ ૧૯૮૦માં બાદ આ નદી નું પતન શરૂ થયું હતું.
દિન-પ્રતિદિન નદીમાં શહેરીજનો દ્વારા કચરો ઠાલવવા નું ઉદ્યોગો દ્વારા તેમના ઘન તેમજ પ્રવાહી કચરા ઓનું નિકાલ કરવાનું સાથે જ નદીને પ્રદુષિત કરવાનું શરૂ થયું હતું જે આજે પણ અવિરત પણે ચાલુ છે પરિણામ સ્વરૂપ આજે આ નદી એક ગટર માં પરિવર્તિત થઇ ચૂકી છે માત્ર ચોમાસા દરમિયાન ઉપરવાસમાં પડેલા વરસાદના લીધે આ નદી વહે છે જે પણ માત્ર થોડા સમય માટે સાથે જ નદીના કાંઠાઓ પર અનેક લોકોએ રાજકીય મીઠી નજર હેઠળ દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું જે આજે પણ કાયમ છે અને હજુ પણ દબાણો થઈ રહ્યા છે જે મુદ્દે જામનગર મહાનગરપાલિકા કે કોઈપણ નેતા કોઈ જ પ્રકારના પગલાં લઇ રહ્યા નથી કદાચ આવનારા ભવિષ્યમાં આ જગ્યા પર કોઈ નદી હતી તે પણ ખબર ના પડે તો કોઈ જ નવાઈ નહિ રહે આ મુદ્દે અબતક દૈનિક દ્વારા સતત બે દિવસથી અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે જે મુદ્દે પર્યાવરણ પ્રેમીઓને જાણ થતા પર્યાવરણ પ્રેમીઓ એ અબતક દૈનિકને પોતાના મંતવ્ય તેમજ અભિપ્રાયો જણાવ્યા હતા સાથ જ નદીની આ દુર્દશા અત્યંત દયનિય જણાવી હતી જો તંત્ર મદદ કરે તો પર્યાવરણ પ્રેમીઓ આ નદીના અસ્તિત્વની લડાઈ માં જોડાઈ અને નદીને ફરીથી વહેતી કરવા ના ભગીર કાર્યમાં સહભાગી થવાની તૈયારીઓ બતાવી હતી ત્યારે આ મુદ્દે શાસકો કે તંત્ર તેમજ સરકાર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું
નદીની દુર્દશાને લીધે જામનગર બદનામ થઈ રહ્યું છે: વિજેન્દ્રસિંહ જાડેજા
નવાનગર નેચર કલબનાં પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જામનગર એ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ દરિયાઈ જીવસૃષ્ટિ ધરાવતો જિલ્લો છે તેની આજુબાજુમાં આવેલા પીરોટન ટાપુ નરારા ટાપુ પોશીત્રા ટાપુ વિગેરે ટાપુઓ વિશ્વવિખ્યાત છે જેના લીધે દેશ-વિદેશમાંથી સહેલાણીઓ તેમજ અભ્યાસુઓ જામનગર જિલ્લામાં પોતાની જિજ્ઞાસા લઈને આવે છે ખૂબ જ ઓછા એવા શહેરો છે જેના પ્રવેશ દ્વાર પર કોઈ નદી હોય અને મારી દ્રષ્ટિએ હું નદી ને મા નો દરજ્જો આપું છું પરંતુ એ અત્યંત દુ:ખની વાત છે કે હાલની નાગમતી નદીને નદી કહેતા પણ શરમ અનુભવાય છે અસંખ્ય દબાણ થયા છે જે રાજકીય મીઠી નજર હેઠળ જ છે અને હજુ પણ આ દબાણ અવિરતપણે ચાલુ છે લોકોની નજર સામે આ નદી બુરાઈ આવી રહી છે પરંતુ ખુરશી ઉપર બેઠેલા જાડી ચામડીના નેતાઓનું પેટમાં પાણી પણ હલતું નથી ૧૯૮૦ બાદ નગર પર શાસન કરનારા તમામ નેતાઓ શાસકો અધિકારીઓ તેમજ શહેરીજનો આ નદીની દુર્દશા માટે જવાબદાર છે અલભ્ય અને સમૃદ્ધ એવી આપણી આ દરિયાઈ જીવસૃષ્ટિ જેને જોવા કે અભ્યાસ કરવા માટે દેશ-વિદેશથી આવતા લોકો જ્યારે આ નદી ને જુએ ત્યારે નદીની દુર્દશા જામનગર નું નાક કાપી જાય છે અત્યંત સંકોચ સાથે કહેવું પડે કે આ નદીનું પાણી દરિયાઈ જીવસૃષ્ટિ માં મોતનું કારણ બની શકે છે જેથી સત્વરે આ અંગે પગલાઓ લઇ પર્યાવરણ પ્રેમી તેમજ સેવાભાવી સંસ્થાઓનો સહકાર મેળવી હું આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અન્યા આવનારી પેઢીને એ ધ્યાનમાં પણ નહીં રહે ક્યાંય આ કોઈ નદી હતી.
વિકાસ ન કરો તો ચાલશે પણ જે વારસામાં મળ્યું તેની તો જાળવણી કરો: સુરજભાઈ જોશી
લખોટા નેચર કલબનાં ઉપપ્રમુખ સુરજ જોષીએ જણાવ્યું કે, જામનગરની શાન સમી અને ભવ્ય ભૂતકાળ ધરાવતી નાગમતી નદી હું તેનો વિકાસ ન કરો તો કંઈ નહી પણ આપણને જે વારસામાં મળી છે તેની જાળવણી પણ થઈ જાય તોપણ આવનારી પેઢી જોઈ શકશે કે અહીંયા ભવ્ય ભૂતકાળ ધરાવતી નાગમતી નદી છે હાલના સમયમાં જામનગર મહાનગર પાલિકા તેમજ શહેરીજનો અને ઔદ્યોગિક એકમો તેમના વેસ્ટ મટીરીયલ અને કચરાનો આ નદીમાં નિકાલ કરી નદીને હું પ્રદૂષિત કરી ચૂક્યા છે હાલમાં આ નદી માટે નદી ની જગ્યાએ ગટર શબ્દ વાપરવો જ મારી દ્રષ્ટિએ યોગ્ય ગણાય છે વર્ષોથી શાસનની ધુરા સંભાળી લેતાં મોટા કદના નેતાઓ અધિકારીઓ જાગૃત નાગરિકો સેવાભાવી સંસ્થાઓ કે પછી પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ આ દિશા તરફ પાછું વળીને જોયું જ નથી અન્યથા નદીની આટલી હદે દુર્દશા ન થઈ હોત મહાનગરપાલિકાએ સૌપ્રમ તો નદીમાં તું દબાણ અટકાવી અને જે દબાણ થયેલ છે તેને દૂર કરવું જોઈએ સાથે સાથે નદીને સાફ કરવા માટે સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ જેના માટે પર્યાવરણ પ્રેમી સંસ્થાઓના સલાહસૂચનો લઈ શકાય સહકાર લઈ શકાય સાથે જ સેવાભાવી સંસ્થાઓને પણ આગળ આવવા આહવાન કરી શકાય સૌના સહિયારા પ્રયાસથી ફરીથી આ નદી વહેતી જોવા મળે તો આપણી આવનારી પેઢી ને એક મહામૂલો વારસો આપણે આપીને જઈશું જો તંત્ર સહકાર આપે તો લાખોટા નેચર ક્લબ આ નદી બચાવો અભિયાનમાં તંત્રની સાથે એક યોદ્ધાની જેમ જોડાશે અને ખભેથી ખભો મેળવી કાર્યવાહી કરશે.