ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી મોરબીના શખ્સે ગુજાર્યું દુષ્કર્મ
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતી પરિણીતાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી મોરબીના શખ્સે દુષ્કર્મ ગુજારતા ખળભળાટ મચી ગયો છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ખાતે રહેતી પરિણીતાના ઘેર જઇ આરોપી ગૌતમ ઉર્ફે ગૌવલો મુળજીભાઇ ચૈાહાણ રહે,મોરબી રોહીદાસપરા વાળાએ બળજબરીથી અપહરણ કરવાના ઇરાદે પોતાના મોટર સાયકલમાં બેસી જવા કહ્યું હતું અને જો સાથે નહી બેસે તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપેલ જેથી ભોગબનનાર પરિણીતા આરોપી સાથે બેસી ગયેલ.
બાદમાં હવસખોર કામાંન્ધ શખ્સ પરિણીતાને મોરબી કામધેનુ રીસોર્ટ પાસે લઈ જઈ અને ભોગબનનાર પાસે શરીર સુખ માણવાની માંગણી કરેલ પરંતુ ભોગ બનનારે ઇન્કાર કરતા ફરીથી તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી ભોગબનનારને કામધેનુ રીસોર્ટ ની બહાર આવેલ અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધી જાતીય હુમલો કરી વહેલી સવારે વાંકાનેર ખાતે ભોગબનનારને ઉતારી દીધી હતી.
વધુમાં આરોપીએ દુષ્કર્મ બાદ જો કોઈને આ વાત કરીશ તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપતા આજે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com