વાંકાનેરના મેસરિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક આધેડનું મોત નીપજ્યું છે. હાલ આ મામલે પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના મેસરીયા અદેપર રોડ પર આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ મોટરસાઇકલમાં જતા રાવત દેવશીભાઇ કોળી ઉંમર વર્ષ ૫૦ રહે. નાળિયેરી વાળા કાર સાથે અથડાતા તેઓને ઈજાઓ થઈ હતી. બાદમાં તેમને રાજકોટ ખાતે હોસ્પિટલે લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરેલ છે.