- નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
- પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના રહેવાસીઓએ કર્યા આક્ષેપ
- પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના રહેવાસીઓએ આક્ષેપ કર્યા
- જાણ કર્યાના 20 દિવસ બાદ પણ કોઈ કામગીરી નહી ધર્મિષ્ઠા સોલંકીએ કર્યા આક્ષેપ
- નગરપાલિકાને જાણ કર્યા બાદ પણ ધ્યાન નથી દોરતા તેવા દક્ષા ચાવડાએ આક્ષેપ કર્યા હતા
વાંકાનેર આંબેડકર ખાતે સિમેન્ટ રોડનાં વિકાસ કામો અંગે આ વિસ્તારની મહિલાઓએ વિરોધ પ્ર્દશન કરી પાલિકા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ મહિલાઓએ સિમેન્ટ રોડનાં કામો ન કરાતાના હોવાના આક્ષેપો કરી નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તેમજ આ વિસ્તારમાં સફાઈ કામ, અનિયમિત પાણી વિતરણ, બંધ સ્ટ્રીટ લાઈટ જેવા પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાના લોકોએ આક્ષેપો કર્યા હતા.
આ અંગે મળતી મહિતી મુજબ, વાંકાનેર આંબેડકર નગર માં સિમેન્ટ રોડ નાં વિકાસ કામો ન કરાતા આ વિસ્તાર ની મહિલાઓ માર્ગ પર ઉતરી પડી નગર પાલિકા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં વાંકાનેરનાં વોર્ડ નંબર 7 એવા આંબેડકર નગર ની અમુક ગલીઓ માં લાંબા સમયથી સિમેન્ટ રોડ નાં કામો ન કરાતા આ વિસ્તાર નાં રહેવાસીઓ ની ધીરજ ખૂટી હતી અને વાંકાનેર નગર પાલિકા હાય હાય નાં સૂત્રોચાર સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં આ વિસ્તાર માં સફાઈ કામ, અનિયમિત પાણી વિતરણ, બંધ સ્ટ્રીટ લાઈટ જેવા પ્રાથમિક સુવિધાઓ નો પણ અભાવ હોવાનો લતાવાસીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ કુંભાર પરા ચોક ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર કરી દલિતો ને પ્રાથમિક સુવિધાઓ પણ ન આપી વાંકાનેર નગરપાલિકા દલિતો પરઅત્યાચાર કરી રહી છે તેવા આક્ષેપો કરી રોષ ઠાલવ્યો હતો.
કેતન ભટ્ટી