ગાંધીના ગુજરાતમાં સંપૂર્ણપણે દારૂબંધી અમલી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે તો બીજી તરફ પોલીસ પણ દારૂ ઝડપી લેવા સતર્ક બની ઠેક-ઠેકાણે દરોડા પાડી રહી છે તેવામાં શાણા બની ગયેલા બુટલેગરો હવે દારૂનો જથ્થો છુપાવવા નીત નવા ત્રાગડા રચના હોવાનો ચોંકાવનારો કિસ્સો વાંકાનેરના વીરપરમાં સામે આવ્યો છે. અહીં બુટલેગરે પાણીના તળાવમાં દારૂ અને બિયરનો મોટો જથ્થો છુપાવ્યો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ પણ બુટલેગરથી બે કદમ આગળ વધી પાણીમાં છુપાવેલ આ દારૂના જથ્થાને ઝડપી લીધો હતો.

વાંકાનેરના વીરપર ગામે પાણીમાં છુપાવેલા રૂ. ૭૨, ૯૦૦ની કિંમતના દારૂ અને બિયરના જથ્થા સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે પોલીસે પાણીમાં છુપાવેલો દારૂ અને બિયરનો મોટો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો.  હરજીભાઈ રાણાભાઈ દેકાવાડિયા અને અરવિંદભાઈ ગોરધનભાઇ વીંઝવાડિયાને ઈંગ્લીશ દારૂ કિંમત રૂ. ૪૨,૦૦૦, બિયર કિંમત રૂ. ૩૦૯૦૦ અને મોબાઈલ કિંમત રૂ. ૧૦૦૦  મળી કુલ ૭૩,૯૦૦ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.