વાકાનેર ચોકડી નજીક રહેતા વેપારીના ઘરે બેસવા આવેલા મજૂરી દંપતીની બાળકી પગથિયા પાસે રમી રહી હતી તે સમયે રમતા રમતા ત્યાંથી નીચે પટકાતા સારવાર અર્થે ખસેડ્યા બાદ સારવારમાં દમ તોડતા કરૂણ મોત નીપજ્યું છે.
રમતા રમતા બાળકી પગથિયાં પરથી નીચે જવા જતા કાળનો કોળિયો બની : એકની એક પુત્રીના મોતથી પરિવાર કલ્પાંત
પ્રાપ્ત વિગતો મુજબ,મૂળ મધ્યપ્રદેશના અને હાલ વાંકાનેરમાં મજૂરી કામ અર્થે આવેલા બાલકિશન ભુરીયા તેની બાળકી અને પત્ની સહિત નવાપરામાં રહેતા માલિક જીતુભાઈના ઘરે બેસવા ગયા હતા ત્યારે દોઢ વર્ષની બાળકી નંદિની પગથિયે રમતી હતી ત્યારે અચાનક રમતા રમતા સીડી પરથી પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ બાળકી નંદીનીનું સારવાર દરમિયાન પ્રાણ પંખેરું ઉડી જતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાગળ કરી પ્રાથમિક તપાસ હાથધરી છે.જેમાં મૂળ મધ્યપ્રદેશનો પરિવાર કડિયા કામ કરવા આવ્યા છે અને ગઈકાલ બપોરના ત્રણ વાગ્યે માલિક જીતુભાઇ ને ત્યાં બેસવા ગયા હતા ત્યારે પગથિયે રમતી બાળકીને અકસ્માતે પગથિયાં પરથી નીચે પટકાતા બાળકી નંદનીનું મોત નીપજ્યું છે.જ્યારે બનાવથી પરિવારજનોમાં શોકનું મોજુ ફળી વળ્યુ છે.