કરિયાણાના  વેપાર માટે વ્યાજે લીધેલી રકમમાં વેપારી વીષચક્રમાં ફસાયો:  બે શખ્સો સામે નોંધાતો ગુનો

વાંકાનેર તાલુકાના  હસનપર ગામના   વેપારીએ રૂ.17.50 લાખ વ્યાજે લીધા બાદ 32.40 લાખ ચુકવી દીધા બાદ મુળ રકમની માંગણી કરી બળજબરીથી  પડાવી લીધેલા ચેક રિટર્ન કરવાની ધમકી  આપ્યાની બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ વાંકાનેર તાલુકાના  હસનપર ગામેરહેતો ઉતમભાઈઅવચરભાઈ   પીપળીયા નામના વેપારીએ વાંકાનેરના ભાટીય સોસાયટીમાં ભરત સોંડા પરસોઠડા અને ધમલપરનાં સુરેશ ભલા ડાભી નામના  વ્યાજખોરોને વ્યાજ અને ચુકવી દીધા બાદ મુળ રકમની પઠાણી ઉઘરાણી કર્યાનીફરિયાદ નોંધાવી છે.

ઉતમભાઈ પીપળીયા નામના કરીયાણાના  વેપારીને  વેપારમાં  આર્થિક જરૂરીયાત ઉપસ્થિત થતા ભાટીયા સોસાયટીના ભરત  પરસોંડા પાસેથી રૂ.5 લાખ લીધેલા તે પેટે રૂ.12.50 લાખ ચુકવી આપ્યા અને સુરેશ ભલા ડાભી પાસેથી 3.60 લાખ વ્યાજે લીધા હતા. અને તે પેટે રૂ.28.80 લાખ ચુકવી આપ્યા હતા.બંને શખ્સોએ મુળ રકમની  માંગણી કરી પઠાણી  કરી અને ભરત પરસોંડાને આપેલો   કોરો ચેક રિટર્ન  કરાવવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.