રોકડ રૂ.૫ હજાર, મો.સાયકલ રૂ. ૪૦ હજાર સહિતનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી શરૂ કરી
વાંકાનેર ની ભાટીયા સોસાયટી મા રહેતા યુવાન વિજય હકાભાઈ મેટાડીયા ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે આરોપી ઓ એ ફટાકડા ફોડવા માંગતા જેની વિજયે ના પાડતા આરોપી ઈનાયત ઉર્ફે ઈલુ કાદરભાઈ રે.લક્ષમીપરા,મુનાફ મહમદ શેરશીયા રે.કોઠી, આશીફ ઉર્ફે ઢબુ ગુલમામદ રે.મિલપ્લોટ તેમજ મોસીન હાજીભાઈ અજાબ એ એક સંપ કરી છરી વડે હૂમલો કરી રોકડ રૂ.૫૦૦૦ તેમજ હોન્ડા સ્પેલ્નડર મો.સાયકલ ની લુંટ કરી નાસી ગયા હતા.
આ મામલે વિજયભાઈ ને ગંભીર હાલત મા પહેલા વાંકાનેર સીવીલ મા ખસેડેલ જ્યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ મા રીફર કરવા મા આવેલ જ્યા સારવાર દરમ્યાન વિજયભાઈ મ્રુત્યુ પામતા પોલીસે પ્રથમ લુંટ અને હુમલા ની ફરીયાદ મા હત્યા ની કલમ ઉમેરી આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.
પોલીસ અધીક્ષક શ્રી કરણરાજ વાઘેલા ની સુચના થી અને મોરબી વિભાગ ના નાયબ પો.અધીક્ષક શ્રી બન્નો જોષી સાહેબ ના સુપરવિઝન મા વાંકાનેર સીટી પી.આઈ.બી.ટી.વાઢીયા સાહેબ, પી.એસ.આઈ.એમ.જે.ધાંધલ સાહેબ તથા પ્રો.પી.એસ.આઇ.આર.પી. જાડેજા,એ.એસ.આઇ. એન.એન.પારધી,પો.હે.કો.મનસુખભાઈ દેગામડીયા,પો.હે.કો.અરવિંદભાઈ ઝાપડીયા,પો.કો.વિરેન્દ્રસિહ ઝાલા,પો.કો.અરવિંદભાઈ ઓળકીયા,પો.કો.સંજયસિહ જાડેજા,પો.કો.હરેશભાઈ આગલ એ વાંકાનેર સીટી પો.સ્ટે.ફસ્ટ ગુ.ર. નં.૬૬/૧૮ આઈ.પી.સી.૩૯૪/૩૯૭/૩૦૨/૫૦૪/૫૦૬(૨)/૧૧૪ ત્થા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ના આ કામ ના અરોપીઓ ની તપાસ મા હતા દરમ્યાન હકીકત આધારે ગુન્હા ના આરોપી મોસીન હાજી અજાબ ત્થા આસીફ ઉર્ફે ઢબુ ગુલમામદ ને વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે થી તેમજ મુનાફ મહમદ શેરશીયા અને ઈનાયત ઉર્ફે ઈલુ ને કેરાળા ના પાટીયા પાસે રાજા પેટ્રોલ પંપ પાસે થી આરોપીઓ ને લુંટ મા ગયેલ રૂ.૫૦૦૦ તથા મો.સાઈકલ કિ.૪૦,૦૦૦ તેમજ ગુના મા ઉપયોગ કરેલ છરી સાથે કુલ રૂ.૪૫,૦૦૦ ના મુદામાલ સાથે ગણતરી ના કલાકો માં પકડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.