શ્રાવણ માસના પ્રથમ સોમવારે
ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ જયરામદાસ મહારાજ રહેશે હાજર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી અને ટ્રસ્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે નિર્માણધીન શ્રી રામધામ ખાતે તા.21ને શ્રાવણ સુદ પાંચમને શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ શ્રીરામધામ ખાતેના વિશાળ પટાંગણમાં આવેલ ઋષિમુનીઓએ જ્યાં તપસ્યા કરી ચુક્યા છે તે વર્ષો પુરાણુ દેવોના દેવ શ્રી રામેશ્ર્વર મહાદેવ મંદિરનો ર્જીણોધ્ધાર થકી નિર્માણકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે વીસ ફૂટ ઉંડા પાયાનું કામ પુર્ણ થતાની સાથે જ મંદિર નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
આ તકે ધ્રાંગધ્રાના શીલ્પી ઘનશ્યામભાઇ સોમપુરા એન્ડ સન્સ દ્વારા નિર્માણ કાર્ય માટે ઘડાયેલા પથ્થર લઇ તા.21ને સોમવારના રોજ શ્રી રામધામ ખાતે આવી પહોંચશે ત્યારબાદ ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ મહંતશ્રી જયરામદાસજી મહારાજ તેમજ શ્રી રામધામના સ્વપ્ન દ્રષ્ટા અને રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, ટ્રસ્ટીઓ ઉપસ્થિત ગામે ગામથી પધારેલ રઘુવંશી પરિવારોની ઉ5સ્થિતિમાં વૈદીક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધી બાદ પૂ.જયરામદાસજી મહારાજના વરદ હસ્તે મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ થશે.
ઉપરોક્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રામજી મંદિરના ગાદીપતિ મહંત જયરામદાસજી મહારાજના મુખેથી ઉ5સ્થિત તમામ લોકોને આર્શિવચન આપવામાં આવશે. ત્યારબાદ રામધામ ખાતે મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઉપસ્થિત તમામ રઘુવંશી પરિવારો માટે મહાપ્રસાદનો પ્રારંભ થશે. ત્યારે ઉપરોક્ત કાર્યક્રમની તૈયારીઓમાં રાજકોટ, મોરબી, વાંકાનેર, થાન, ટંકારા, ચોટીલા, તાલાલા, જસદણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા વિસ્તારના કાર્યકરો દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
તો આગામી તા.21/8/23ને શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારે 10 વાગ્યે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છમાં વિવિધ શહેરોમાં વસવાટ કરતા તમામ રઘુવંશી (લોહાણા) સમાજને ઉ5સ્થિત રહેવા અને પવિત્ર શ્રાવણ માસ હોય મહાદેવજીની પ્રિય સોમવાર હોય શ્રી રામેશ્ર્વર મહાદેવ મંદિર નિર્માણકાર્ય શરૂ થતું હોવાથી દરેક રઘુવંશી પરિવારોએ આ લાભ લેવા અવસ્ય પધારવા શ્રી રામધામ ટ્રસ્ટ (જાલીડા) દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.