- તાલુકા વહીવટી તંત્ર મોરબી દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું
- કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ – પ્રદર્શનનું કરાયું આયોજન
- મુખ્યમંત્રીનાં હસ્તે વર્ચ્યુઅલી કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો
- પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનાં અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
- ખેડૂતો બહોળી સંખ્યામાં ઉમટ્યા
Wankaner News : વાંકાનેરમાં તાલુકા વહીવટી તંત્ર મોરબી દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની અમર સિંહજી શાળા ખાતે આ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ – પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ મહોત્સવને બે દિવસ માટે ખુલ્લો મુકવામાં આવતાં સમગ્ર વાંકાનેર તાલુકા માં થી ખેડૂતો ઉમટી પડ્યાં હતાં. મુખ્યમંત્રીનાં હસ્તે વર્ચ્યુઅલ કૃષિ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતાં.
વાંકાનેરમાં તાલુકા વહીવટી તંત્ર મોરબી દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવતાં તાલુકા ભર માં થી ખેડૂતો ઉમટી પડયા હતાં. તેમજ શહેરની અમર સિંહજી શાળા ખાતે આ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ – પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સાથોસાથ મુખ્યમંત્રીનાં હસ્તે વર્ચ્યુઅલકી કૃષિ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો
અહેવાલ : કેતન ભટ્ટી