૨૦૦૮માં જમીન કૌભાંડમાં કુંવરજી બાવળીયાની ધરપકડનાં વિરોધમાં કલેક્ટરને રજૂઆત વેળાએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો, ૧૬૦નો છુટકારો: અદાલતનો ધાક બેસાડતો ઐતિહાસિક ચૂકાદો
જસદણના તત્કાલીન ધારાસભ્ય કુંવરજી બાવળીયાની સી.આઇ.ડી. ક્રાઇમે જમીન કૌભાંડમાં કરેલી ધરપકડના વિરોધમાં કોંગી દ્વારા ધરણા કરી કલેકટરને રજુઆત કરવા વેળાએ પબ્લીક પ્રોપટીને નુકશાન કરવા અંગેનો ચાર ધારાસભ્ય સહીત ૧૭૯ શખ્સો સામે નોંધાયેલા ગુનાનો કેસ સેક્ધડ એડીશ્નલ ચીફ કોર્ટમાં ચાલી જતા ન્યાયધીશે કોંગ્રેસનાં બે ધારાસભ્ય સહિત ૧૦ અગ્રણીને એક વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે જ્યારે ૧૬૦ આ શખ્સોને છોડી મુકવાનો હુકમ કર્યો છે. જ્યારે સજા સામે અપીલ માટે અરજી કરાતા સજા સામે સ્ટેનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ જસદણ તત્કાલીન ધારાસભ્ય કુંવરજી બાવળીયા સામે વર્ષ ૨૦૦૮ માં ગુનો જમીન કૌભાડનો ગુનો નોંધાયો હતો જે ગુનાના કામે સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કુંવરજી બાવળીયાની ધરપકડ કરાયેલી જેના વિરોધમાં કોંગી દ્વારા ધરણાનો કાર્યક્રમ અને કલેકટરને આવેદન પત્ર પાઠવવા સમયે કલેકટર કચેરીમાં ગેરકાયદેસ મંડળી રચી પથ્થર મારો કરી પબ્લીક પ્રોપટીને રૂા પ લાખનું નુકશાન પહોચાડયાની પ્ર.નગર પોલીસ મથકમાં કોંગ્રેસનાં ૧૭૯ અગ્રણી સામે ફરીયાદ નોંધાવી હતી.
તણાસપૂર્ણ થતા કોર્ટમાં ચાજર્શીટ રજૂ થતાં કેસની સુનાવણી સેક્ધટ એડીશ્યલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં હાથ ધરવામાં આવેલી કેસની સુનાવણી દરમ્યાન વિઠ્ઠલભાઇ રાદડીયા અને પોપટભાઇ જીજંરીયા સહીત નવ શખ્સો અવસાન પામ્યા હતા. જેમાં ૧૬ સાક્ષી, આઠ પંચ, ૩૩ પોલીસ અધિકારી અને ૧ર સરકારી કર્મચારી તેમજ અન્ય પાંચને તપાસવામાં આવેલા હતા. દલીલો પૂર્ણ થતા ન્યાયધીશ આર.એસ. રાજપુત મેડમે આજે ભરચક અદાલતમાં ધારાસભ્ય ભીખાભાઈ જાષી, જાવેદ પીરજાદા, પૂર્વ ધારાસભ્ય દેવજી ફતેપરા, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, જશવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપુત, ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા અને ગોરધન ધામેલીયા સહિત ૧૦ શખ્સોને તક્સીરવાન ઠેરવી એક વર્ષની સજા અને દંડ ફટકારતા હુકમ કર્યો હતો. સજાને સ્ટે કરતો હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ, સંજય પંડયા, મનીષ પંડયા, રાજુભાઇ ધ્રુવ અને ઇરશાહ શેરશીયા રોકાયા હતા.
૨૦૦૮ની સાલમાં જસદણના તે સમયના કોંગેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. બાદમાં ટોળું વિફરતા કલેક્ટર કચેરીમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસે તે સમયે ૧૭૯ કોંગી આગેવાનો સહિત ૧૫૦૦ લોકો સામે ગુનો નોંધ્યો હતો. આજે રાજકોટની નામદાર કોર્ટમાં તેનો ચુકાદો આવતા ૧૨ને દોષિત ઠેરવી તમામને એક વર્ષની સજા અને ૫ હજારનો દંડ ફટકાર્યો છે. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મહેશ રાજપૂત, વાંકાનેરના હાલના ધારાસભ્ય મહમદ પીરજાદા, અશોક ડાંગર, ગોવિંદ રાણપરિયા, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, જશવંતસિંહ ભટ્ટી, પૂર્વ સાસંદ સ્વ.વિઠ્ઠલ રાદડિયા, ભીખુભાઈ વાડોદરિયા, ગોરધનભાઈ ધામેલિયા અને પોપટભાઈ જીંજરીયાનો સમાવેશ થાય છે. આ ૧૨ પૈકી વિઠ્ઠલ રાદડિયા અને પોપટભાઇ જીંઝરીયા આવસાન પામ્યા છે. ૧૨ દોષિતોએ સેશન કોર્ટમાં અપીલ સમયગાળામાં કરતા તમામ જામીન મેળવી મુક્ત થયા છે.
૨૦૦૮માં તત્કાલીન કોંગી ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીએ ધરણાં પર બેઠા હતા. તે સમયે મામલો બીચકતા ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં ૧૭૯ કોંગી આગેવાનો સહિત ૧૫૦૦ લોકોના ટોળા સામે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૮૬, ૧૮૮ તથા પબ્લીક પ્રોપર્ટીના નુકશાન કરવાની કલમ ૩-૭ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટની કોર્ટમાં આ કેસ ચાલી જતા આજે અદાલતે ૧૨ રાજકીય આગેવાનોને તકસીરવાન ઠેરવ્યા છે. આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા રાયોટીંગના ગુનામાં તકસીરવાન ઠેરવવામાં આવ્યા છે. આ અંગે પોલીસે ગેરકાયદે મંડળી રચી, પબ્લીક પ્રોપર્ટીને નુકશાન કરી રાયોટીંગ સહિતના ગુનામાં આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આજે ચુકાદા વખતે ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા હાજર ન હતા એટલે અદાલતે તેમને સાંજ સુધીમાં હાજર થવાનો હુકમ કર્યો છે.