બન્ને પરિવાર વચ્ચે સામ-સામે નોંધાતો ગુનો
હળવદમાં યુવાને પોતાના કૌટુંબિક સગા પાસેથી લગ્ન પ્રસંગ હોવાથી રૂપિયા ઉછીના લીધેલ હોય જે પરત આપ્યા છતાં વધુ પૈસાની ઉઘરાણી કરતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના કારણે કૌટુંબિક ભાઈઓ સાથે મળી યુવક પર તથા તેના પરિવારજનો પર હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો
મળતી માહિતી અનુસાર, કુકાભાઇ કરમશીભાઇ જખાણીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેણે પોતાના કૌટુંબિક સગાને લગ્ન પ્રસંગ હોવાથી રૂપિયા ઉછીના આપ્યા હોય જે પરત માંગવા જતા પાંચ ઈસમોએ પાઇપ અને ધોકા વડે યુવક તથા તેના ભાઈઓ અને ભત્રીજાઓ પર હુમલો કર્યો હતો. જેના વિરુદ્ધમાં ગઈકાલે હળવદના ભવાનીનગર ઢોરામાં રહેતા મુનાભાઇ સોમાભાઇ જખાણીયાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ધારશીભાઇની દીકરીના લગ્ન હોય પૈસાની જરૂરત પડતા તેઓએ કુકાભાઇ કરમશીભાઇ જખાણીયા પાસેથી પૈસા ઉછીના લીધેલ હોય જે પૈસા પરત આપી દીધેલ હોય તેમ છતા આરોપીઓએ વધુ પૈસાની માગણી કરી સાહેદ ધારશીભાઇ સાથે બોલાચાલી કરી બે પાટુ પેટમાં મારતા તથા ફરીયાદી મુનાભાઇ તથા તેના પરિવારજનો સમજાવા જતા કુકાભાઇ કરમશીભાઇ જખાણીયા, વગા કરમશીભાઇ જખાણીયા તથા અરજણભાઇ કરમશીભાઇ જખાણીયા (રહે-બધા હળવદ ભવાનીનગર ઢોરામાં તા-હળવદ જી-મોરબી) નામના આરોપીઓએ ગાળો બોલી ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને માથામાં પાઇપનો ઘા મારી તેમજ સાહેદ બચુભાઇ, રાજુભાઇ ગગજીભાઇ, ગગજીભાઇ, વિરમ બચુભાઇ, કનીબેન તથા લાભુબેનને આરોપીઓએ પાઇપ વતી માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડતા સમગ્ર મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ડ્ઢ