વાંકાનેરમાં તાજેતરમાં શહેર અને તાલુકા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. આ કામગીરી પ્રદેશમાં ગેરકાયદેસર દારૂના વેપારને કાબૂમાં લેવાના મોટા પ્રયાસનો એક ભાગ હતો. જ્યારે આ ઘટનાની ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી, ભારતના અન્ય ભાગોમાં સમાન કામગીરી સફળ રહી છે. આ ક્રિયાઓ ગેરકાયદેસર દારૂના વેપારનો સામનો કરવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ મથકમાં ચાર મહિના દરમિયાન પકડાયેલા રૂ. 63,78,495ના વિદેશી દારૂનો આજે અધિકારીઓની ઉપસ્થિતીમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વીદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજ રોજ વાંકાનેર હાઇવે પાસે જુના પડતર ડામર રોડ ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી 5 જેટલા ગુનામાં પકડાયેલ દારૂની કિંમત રૂ.62,78,270/- તથા વાંકાનેર સિટી પોલીસ મથક વિસ્તારમાંથી 8 જેટલા ગુનામાં પકડાયેલ દારૂની કીમત રૂ.1,00,225/- આ દરમિયાન કુલ કીમત રૂ.63,78,495/-નો નાશ વાંકાનેર ડિવિઝન મેજિસ્ટ્રેટ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક તથા ઇન્સપેક્ટર, નશાબંધી અને આબકારી ખાતુ, રાજકોટ એસ.સી.વાળા, પોલીસ ઇન્સપેક્ટર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સપેક્ટર, વાંકાનેર સીટી પોલીસની હાજરીમાં રોલર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.
અહેવાલ : કેતન ભટ્ટી