મોચીબજાર અને ફૂટવેરના ધંધાર્થીએ બંધ પાળી આવેદન આપ્યું
અબતક,રાજકોટ
સરકારના જી.એસ.ટી. વિભાગ દ્વારા ફૂટવેરના ધંધા ઉપર 5%માં વધારો કરી 12% જી.એસ.ટી. કરતા વાંકાનેરના ફૂટવેરના નાના મોટા તમામ ધંધાર્થીઓએ આ વધારાના વિરોધમાં સજજડ બંધ પાડી રેલી રૂપે સેવા સદન ખાતે પહોચી આવેદનપત્ર આપ્યું હતુ.
વાંકાનેર ફૂટવેર એસો.ના અગ્રણીઓએ આવેદનપત્રમાં જણાવેલ કે વર્તમાન સમયમાં 20 થી 25 ટકા ભાવ વધારો કાચા મર્ટીયલ ઉપર આવ્યો છે.તેનાથી વેપાર ઉપર પ્રથમથી જ અસર પડી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બને તેટલા સસ્તા બૂટ ચપ્પલ ખરીદતા હોય છે. કેમકે તેને મોંઘા બુટ ચપલ પરવડેતેમ પણ નો હોય મોંઘવારીના માર વચ્ચે ફૂટવેર ઉપર 5% જી.એસ.ટી. લેવાતોતેના બદલે 12% કરાતા ગરીબ લોકોને ચપલ ખરીદવા પણ વિચારવું પડેતેમ હોય. માટે સરકાર ફૂટવેર ઉપર 5%માંથી 12% જી.એસ.ટી. નાખ્યો છે તેપરત લઈ 5% જી.એસ.ટી. રાખવાની માંગણી કરતું આવેદન આપ્યું છે. અને આ વધારાના વિરોધમાં મોચી શેરી ઉપરાંત મેઈન બજાર સહિત શહેરમાં બુટચપલનો ધંધો કરતા તમામ વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખી જી.એસ.ટી. વધારાનો વિરોધ કર્યો છે.