પાનેલી ગામે સરકારી જમીન ઉપર પેશ કદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુનો નોંધવા કલેકટરને રજુઆત

વાંકાનેર તાલુકાનાં મોજે પાનેલી ગામ ની 10873 ચોરસ મીટર સરકારી જમીન પર સિરામિક ફેકટરીએ કબ્જો જમાવી લેતા મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જમીનના નકશા સહિતના આધાર પુરાવા સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં મોજે સરતાનપર ના રેવન્યુ સર્વે નંબર 149 પૈકી 1 અને સર્વે નંબર 149 પૈકી 2 પર સોક્યૂટ સિરામીક એલ એલ પી નામની સિરામિક ફેકટરી આવેલ છે. આ ફેકટરી ના માલિકે મોજે સરતાન પર ગામની સર્વે નંબર 150 ની 38336 ચોરસ મીટર સરકારી જમીન અને મોજે પાનેલી ગામના સર્વે નંબર 238 નો 10873 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર પેશકદમી કરી બાંધકામ કરેલ છે.જે બાબતે સરતાનપર ગામના અને પાનેલી ગામના તલાટી મંત્રીને જાણ કરવા છતાં તેઓએ આ મામલે તપાસ કરી વાંકાનેર મામલતદારને રીપોર્ટ કરેલ નથી. જેથી મોરબી જિલ્લા કલેકટરને નકશા સહિતના તમામ પુરાવાઓ સાથે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.તેમજ આ દબાણ કરતી ફેકટરીના માલિકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.તેમજ જિલ્લા કલેકટર દ્વારા પણ અરજદાર ને સાથે રાખીને આ મામલે યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું.

તેમજ આગામી સમયમાં હજુ યોગ્ય તપાસ નહી થાય તો મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા સરતાનપર અને પાનેલી ગામના ગ્રામજનોને સાથે રાખીને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.