- બસોની સફાઈ માટે ઓટોમેટિક એ.ટી.એસ. મશીનનો પ્રારંભ
- રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળનાં પ્રમુખ જયુભા જાડેજાનાં હસ્તે આ મશીનનું ઉદઘાટન કરાયું
- આ મશીન દ્વારા એસ. ટી. બસોની માત્ર 15 મિનિટમાં સફાઈ કરી શકાશે
વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે બસોની ગણતરીની મિનિટોમાં જ સફાઈ કરી શકે તે માટેનું ઓટોમેટિક એ.ટી.એસ. મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દિવસ રાત દોડતી એસ.ટી. બસોની સ્વચ્છતાને અનુલક્ષીને રાજકોટ વિભાગનાં વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે આ ઓટોમેટિક મશીનને રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળનાં પ્રમુખ જયુભા જાડેજાનાં હસ્તે આ મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ આ મશીન દ્વારા એસ.ટી. બસોની માત્ર 15 મિનિટમાં સફાઈ કરી શકાશે. ત્યારે વાંકાનેર ડેપોમાં આ મશીન કાર્યરત થતાં એસ.ટી.ના કર્મચારીઓ તથા મુસાફરોમાં પણ આનંદની લાગણી છવાઈ છે.
અનુસાર માહિતી મુજબ, વાંકાનેરમાં એસ.ટી. ડેપો ખાતે બસોની ગણતરીની મિનિટો માં જ સફાઈ કરી શકે તે માટેનું ઓટોમેટિક એ.ટી.એસ. મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન દિવસ રાત દોડતી એસ.ટી. બસોની સ્વચ્છતાને અનુલક્ષીને રાજકોટ વિભાગનાં વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે આ ઓટોમેટિક મશીનને રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળનાં પ્રમુખ જયુભા જાડેજાનાં હસ્તે આ મશીનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
તેમજ આ મશીન દ્વારા એસ.ટી. બસોની માત્ર 15 મિનિટમાં સફાઈ કરી શકાશે. આ દરમિયાન વાંકાનેર ડેપોમાં આ મશીન કાર્યરત થતાં એસ.ટી. કર્મચારીઓ તથા મુસાફરોમાં પણ આનંદની લાગણી છવાઈ છે.
અહેવાલ : કેતન ભટ્ટી