- પાંચ લોકો ઘાયલ સામસામી ફરિયાદ નોંધાઈ
વાંકાનેરમાં ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલ આરોગ્યનગર ખાતે રોડ બનવાનું કામ ચાલુ હોય ત્યારે મજૂરોને ઉંચા અવાજે ગાળો આપવા બાબતે આરોગ્યનગર વિસ્તારમાં રહેતા બે પાડોશી વચ્ચે બોલચાલી બાદ સશસ્ત્ર ધીંગાણું થતા બંને પક્ષોના લોકોને ઈજાઓ પહોંચતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે આઇપીસી ની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર આરોગ્યનગર ’શક્તિ કૃપા’માં રહેતા નરવિરસિંહ લખધીરસિંહ ઝાલા ઉવ.42 એ આરોપી ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલા રહે.આરોગ્ય નગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી નરવીરસિંહના ઘરની સામેની શેરીમા સિમેન્ટનો રોડ બનાવવાનુ કામ ચાલુ હોય ત્યા મજુરો કામ કરતા હોય જે મજુરોને આરોપી ગિરિરાજસિંહ ઉંચા અવાજમા ગાળો આપતો હોય જે ગાળો નરવીરસિંહના ઘર સુધી સંભળાતી હોય જેથી નરવીરસિંહે ત્યા જઇ આ કામના આરોપી ગિરિરાજસિંહને ગાળો નહી બોલવા જણાવતા જે બાબતનું આરોપીને સારું નહિ લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી પેન્ટના નેફા માથી છરી કાઢી નરવીરસિંહને પડખામાં તથા છાતીના ભાગે છરીનો એક ઘા મારી સરકા જેવી સમાન્ય ઇજાઓ કરી તેમજ લોખંડના પાઇપ વતી નરવીરસિંહને માથાના ભાગે તથા જમણા હાથે માર મારી સામાન્ય ઇજાઓ પહોચાડયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 324,323,504 તથા જી.પી.એકટ મુજબ ગુનો નોંધ્યો હતો.
જયારે સામાપક્ષે આરોગ્યનગર શેરી નં.2 માં રહેતા ગીરીરાજસિંહ નવલસિંહ ઝાલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપીઓ નરવિરસિંહ લખધીરસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા રહે. વાંકાનેર આરોગ્ય નગર શક્તિ ક્રુપા, હકુભા અજયસિંહ જાડેજાનો દિકરો, બાબલી ચંદ્રસિંહ જાડેજા રહે.વાંકાનેર, પ્રહલાદસિંહ ઉર્ફે રાજભા ખુમાનસિંહ ઝાલા રહે.ભરવાડપરા વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગિરિરાજસિંહના ઘર પાસે શેરીમા સિમેન્ટનો રોડ બનાવવાનુ કામ ચાલુ હોય ત્યા મજુરો કામ કરતા હોય જે મજુરોને આરોપી યોગેન્દ્રસિંહ ઉંચા અવાજમા રાડો પાડતો હોય ત્યારે ફરિયાદી ગિરિરાજસિંહ નાઇટશીફ્ટ કરી ઘરે સુતા હોય જેથી તેની ઉંઘમા ખલેલ પહોચતા ફરિયાદી ગિરિરાજસિંહે આરોપીને જોર જોરથી રાડો નહી પાડવા સમજાવતા બોલાચાલી થતા ત્યાં હાજર લોકોએ તેમને ઝઘડો નહી કરવા સમજાવી ઘરે મોકલેલ જેનો ખાર રાખી પાછળથી પાંચેય આરોપીઓએ એકસંપ કરી મંડળી રચી ગિરિરાજસિંહના ઘરે જઇ તેમને ઘરમાથી બહાર કાઢી ફળીયામા લાવી ગિરિરાજસિંહને ગાળો આપી લોખંડના પાઇપ, છરી, લાકડાના ધોકા વડે હુમલો કરી માથામાં તથા પગમાં ઈજાઓ પહોંચાડી હતી તથા હાથમાં ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ 325, 324, 323, 504, 447, 143, 147, 149 તથા જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે હાલ વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.