મુંબઇ સ્થિત વૃધ્ધ દંપતિને મૃત બનાવી જમીન નામે ચડાવી બારોબાર વેંચાણ કરી
એફ.આઇ.આર.માં નામ નથી, માત્ર જામીન દેખાડી છે, પોલીસ કસ્ટડીની જરૂર નથી: બચાવ પક્ષની દલીલ
મુળ વાંકાનેરના અને મુંબઇ સ્થાયી રહેતા વૃધ્ધ દંપતિના અમદાવાદ મનપાના મરણના દાખલા બનાવી જેના આધારે ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેંચી નાખી કૌભાંડ આચર્યુ હતું.જેમાં પાંચ સામે ગુનો નોંધાયો હતો . સૂત્રધારની પોલીસે ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં અરણીટીંબા ગામના ખેડૂતનું નામ ખુલતા પોલીસ ધરપકડની દેહશતથી કરેલી આગોતરા જામીન અરજી મોરબીની સેશન્સ કોર્ટે ફગાવી દેતા જેની સામે હાઇકોર્ટમાં દાદ માંગી હતી . હાઈકોર્ટ શરતોના આધીન અરણીટીંબા ગામના ખેડૂતની જામીન અરજી મંજૂર કરી છે. વધુ વિગત મુજબ વાંકાનેરના વતનીઅને મુંબઇ સ્થાયી થયેલા રજનીકાંત શાંતિલાલ સંઘવી (ઉ.વ.92)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના સુચિત રમેશ જોષી, અમદાવાદની મોના રજનીકાંત મહેતા, કુસુમ રજનીકાંત મહેતા, રાજકોટના રમેશ ડાયા વડોદરિયા અને જયંતી ધીરૂ સાકરિયા શહીદ શખ્સોએ બોગસ દસ્તાવેજ બનાવી જમીન કૌભાંડ આચરી અને બારોબાર વેચાણ કર્યાનું જણાવ્યું હતું.
અલગ અલગ સર્વે નંબર નવથી વધુ જમીન છે, રજનીકાંતભાઇ વાંકાનેર લગ્નપ્રસંગે આવ્યા હતા.ત્યારે તેમના ધ્યાન પર આવ્યું હતું કે, જમીનનાં દસ્તાવેજ થઇ ગયો છે, જેમાં જમીન વેચનાર તરીકે મોના રજનીકાંત મહેતા કે જે રાજેશ મહેતાની પત્ની દર્શાવવામાં આવી છે. કુસુમ રજનીકાંત મહેતા કે જેને રમેશ દતાણીની પત્ની દર્શાવવામાં આવી છે તેણે રાજકોટના સુચિત રમેશ જોષીને જમીન વેચી હતી અને સાક્ષી તરીકે રમેશ તથા જયંતીએ સહી કરી હતી. જમીન માલિક રજનીકાંત અને તેના પત્ની કુસુમબેન હયાત હોવા છતાં બંનેના અમદાવાદ મહાનગર પાલિકાના ખોટા મરણ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા
અને બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા એટલું જ નહી બંને મહિલાએ રજનીકાંતભાઇ સંઘવીની સીધા વારસદાર તરીકે દર્શાવી વારસાઇ એન્ટ્રી પડાવી હતી અને ખોટો આંબો પણ બનાવડાવ્યો હતો, બંને મહિલાઓએ રાજકોટના સુચિત જોષીના નામે વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા.
પોલીસે ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ માં આ જમીન અરણીટીંબા ગામના દિલીપસિંહ અભેસિંહ ઝાલાએ દેખાડીયા હોવાની સૂચિત રમેશભાઈ જોષી એ પૂછપરછમાં ખુલતા પોલીસે દિલીપસિંહ ઝાલા સામે પણ ગુનો નોંધ્યો હતો. દિલીપસિંહ ઝાલાએ પોલીસ ધરપકડની દેહસદ થી મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે મીનરજીએ ફગાવી દીધી હતી જેની સામે દિલીપસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી જે જામીન અરજીની સુનાવણીમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલમાં દિલીપસિંહનું એફ.આઇઆર માં નામ નથી દિલીપસિંહ એ માત્ર જમીન બતાવી છે તેમનો એટલો જ રોલ છે. કસ્ટોડિયન પૂછપરછ ની જરૂર નથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી તેમજ તપાસમાં સહકાર આપવાની ખાતરી આપી છે. જે દલીલ ધ્યાને લઇ હાઇકોર્ટે દિલીપસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી શરતોને આધીન મંજૂર કરી છે. હાઇકોર્ટમાં દિલીપસિંહ વતી એડવોકેટ તરીકે પ્રેમલભાઈ રાછ અને રજનીબા રાણા રોકાયા હતા.