ગૌ માતાના નિભાવ માટે દરરોજ ૪૫ હજાર થી વધુનો ખર્ચ થઇ રહ્યો છે
સમગ્ર ગુજરાતમાં એક માત્ર આદર્શરુપ અને અનુકરણ કરી શકાય એવી અંધ અપંગ, અસકત ગૌ માતાની સેવાની જયોત પ્રસરાવતી સંસ્થા વાંકોનરના જીનપરા વિસ્તારમાં અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના નામે આવેલી છે. આ સંસ્થામાં અંધ અપંગ ગૌ માતા અને તેનો પરિવાર મળી કુલ ૧૦૫૦ થી વધુ ગૌ માતાનું નિજ નિવાસ સ્થાન સમુ આશ્રય સ્થાન બની ગયું છે. વાંકોનરની આ ગૌ શાળામાં ગાયમાતાને લીલા સુકા ઘાસ ઉ૫રાંત ગોળ ખોળ વિગેરે અપાય છે. અને સાથે સાથે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા નીયમીત સારવાર પણ આપવામાં આવે છે. ગાય માતા માટે આવેલું દાન ખરા સમયે ગાય માતા માટે વાપરવું જ જોઇએ એવા સુંદર વિચારધારા ધરાવતા પ્રમુખ અને ટ્રસ્ટીઓએ વાંકાનેરના અંધ અપંગ ગૌઆશ્રમ ટ્રસ્ટ દ્વારા બાજુના રાજાવડલા રોડ ઉપર ગૌ માતા માટેઆઠ એકર જગ્યામાં પંદર સો થી વધુ ગૌ માતાનો સારી રીતે નિભાવ થઇ શકે તે માટે ત્રણ મોટા પાકા શેડ, વિશાળ ઘાસ ગોડાઉન, પાણી માટેના સુંદર અવેડાઓ સહીતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અંધ અપંગ ગૌશાળાની રાજાવડલા રોડ ઉપરની ગોપાલવાડીમાં ગૌમાતા માટે ‚પિયા ૭ કરોડના ખર્ચે અઘ્યતના ગૌ નિવાસની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં દશ નવા શેડ, બે ઘાસ ગોડાઉનનું કામ પૂર્ણ થયેલ છે. વધુ ત્રણ શેડનું કામ પ્રગતિમાં છે આ જગ્યા ઉપર કુલ પંદર જેટલા મોટા શેડ, અવેડાઓ ગૌમાતાની સારવાર માટે અઘ્યતન ઓપરેશન થઇ શકે તેવું દવાખાનું ગૌમાતા શું છછે ? તેનાથી આપણને શું ફાયદા થાય છે. તેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય તે માટે પ્રદર્શન હોલ, નાનપણથી જ બાળકોમાં ગૌમાતા માટે સંવેદના જાગે ગૌસેવાથી વાકેફ થાય તે માટે પ્રદર્શન હોલ, નાનપણથી જ બાળકોમાં ગૌમાતા માટે સંવેદના જાગે ગૌસેવાથી વાકેફ થાય અને રમત ગમત સાથે ગૌસેવાને પોતાના જીવનમાં ઉતારવાની પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે આ ગૌશાળામાં બાલ ક્રિડાગણ, ગૌ ગાર્ડન, સીનીયર સીટીઝન પાર્ક, પંખીઓ માટે સુદર ચબુતરો, ગૌ માતાનું ભવ્ય મંદીર સહીતની જરુરી તમામ સુવિધાઓ ગૌમાતાઓને આ ગૌશાળામાં મળી રહે તેને ઘ્યાનમાં રાખી ટ્રસ્ટીઓએ દાતાઓના સહયોગથી આ ભગીરથ કાર્યને પાર પાડવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. વાંકાનેર અંધ અપંગ ગૌશાળાની ગૌમાતાના નિભાવ માટે દરરોજ ૪૫ થી ૫૦ હજારનો રોજીદો ખર્ચ હોય આ માટે દાતાઓનો સહયોગ અતિ જરુરી હોય ગૌમાતાના નિજ નિવાસ સ્થાન માટે દાનની સરવાણી વહાવવા ટ્રસ્ટી મંડળ રાજકોટ ગૌસેવા સમીતી તથા જામનગર ગૌ સેવા સમીતીએ અપીલ કરી છે.
મંકર સંક્રાંતિના પાવન પર્વ નિમિતે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટ મઘ્યે અંબીકા પાર્ક સ્વામીનારાયણ ગુરુકુળ સોરઠીયા વાડી મંડપ-૧ (ઘનશ્યામભાઇ) પ્રદીપભાઇ ગાયત્રી એન્જી કોર્પો., રાધે હોટલ ૧૫૦ રીંગ રોડ, ઇન્દિરા સર્કલ મંડપ નં.ર, પાણીનો ઘોડો પેડકરોડ, ભકિતનગર સર્કલ, ઇન્દિરા સર્કલ મંડપ નં.૧, સાંગણવા ચોક, કોટેચા ચોક (મહીલા ગ્રુપ) બાલાજી હોલ ૧૫૦ ફુટ રીંગ રોડ, જાગજાથ મંદીર, પુષ્કરધામ મંદીર, મવડી મેઇન રોડ, અમીનમાર્ગ, પંચનાથ મંદીર, સાધુવાસવાણી રોડ, માયાણી ચોક, રૈયા ચોકડી, સોરઠીયાવાડી, મંડપ નં.ર, અતિથિ ચોક, રાણીટાવર, ત્રિકોણબાગ, નંદાહોલ, ઝુલેલાલ મંદીર, કોઠારીયા મેઇન રોડ, લીલા ખંડપીઠ સંતકબીર રોડ, જંકશન પ્લોટ, સ્વામીનારાયણ ચોક, બાપાસીતારામ ચોક, એરોડ્રામ રોડ, કે.કે.રોડ એસ્ટ્રોનસોસાયટી, પંચાયતા ચોક, નાણાવટી ચોક, કિશાનપરા મંડપ નં.ર, સદગુરુ સાનિઘ્ય ચોક (સંતકબીર રોડ) ગુંદાવાડી મવડી મેઇન રોડ (મહીલા ગ્રુપ) ચિરાગ હોસ્૫િટલ, સામે ૮૦ ફુટ મેઇન રોડ, રૈયા રોડ સાધુવાસવાણી રોડ કોર્નર, એસ.એન.કે. ચોક યુનિવસીટી રોડ, અકીલા ચોક, ગુંદાવાડીનો ચોરો રામપીર ચોકડી રામેશ્ર્વર ચોક આમ્રપાલી ફાટક પાસે