મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબનું પ્રમાણ સતત વધી રહ્યું છે મોરબી એસઓજીની ટીમે વાંકાનેરનાં રાતાવીરડા પાસેથી એકસાથે ચાર ઘોડા ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા મોટા ભાગના તબીબ માત્ર 10 કે 12 સુધી જ અભ્યાસ કરેલો છે.
અગાઉ અન્ય હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી તેના અનુભવના આધારે ડોક્ટર બની ફરતા હતા. આ તબીબો જથ્થાબંધ રીતે દવાઓ ખરીદી કરતા હતા.
એસઓજીની ટીમે બોગસ ડોકટરોને ઝડપી લીધા હતા.આ બોગસ ડોકટરો સીરામીક ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામ્ય પંથકમાં ક્લિનિક ચાલુ કરી દર્દીઓની સારવાર કરતાં હતા.