રૂ.૧૧ લાખનો મુદામાલ જપ્ત કરતી વાંકાનેર તાલુકા પોલીસ
વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા ભલગામ પાસેથી પસાર થતું ટાટા ૪૦૭ વાંકાનેર તરફ આવી રહ્યું હોય તે સમય દરમિયાન અક્સ્માત પામતાં અમુક દારૂની બોટલો ભૂકો થઇ ગયો હતો.
જે અંગેની પોલીસ તંત્રમાંથી મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષ ડો.કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધ્યક્ષ બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ અને પીએસઆઇ બી.ડી. પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચાવડા, રવિભાઈ લાવડીયા, રાજેશભાઈ વિશાલભાઈ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગીરીશકુમાર ટાપરિયા સહિતનાઓ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન પી.એસ.આઇ એસ.એ. ગોહિલને ખાનગી હકીકત મળેલ કે અંગ્રેજી દારૂનું મેટાડોર વાંકાનેર બાઉન્ડ્રી બાજુથી મેસરીયા તરફ જવાનું હોય સમગ્ર સ્ટાફ મેસરીયાના રસ્તે બાતમી વાળા મેટાડોરને ઝડપી પાડવા માટે નાકાબંધી કરેલ જ્યાં તેઓને સમાચાર મળેલ કે એક કિલોમીટર આગળ એક મેટાડોરનું યૂટિલિટી સાથે અકસ્માત થયેલ છે જેથી સમગ્ર સ્ટાફ અકસ્માત ગ્રસ્ત જગ્યાએ પહોંચી જોયું તો અકસ્માત પામેલ મેટાડોરમાં બ્રાન્ડનો અંગ્રેજી દારૂ ભરેલ હોવાનું માલૂમ પડેલ અને આ એજ મેટાડોર હતું જેની બાતમી મળેલ હતી.
વાંકાનેરના ભલગામ નજીક હાઈવે રોડ પર વાંકાનેર તરફ આવતું મેટાડોર ટાટા ૪૦૭ જેના નંબર ૠઉં ૦૨ ઞ ૮૩૧૯ કિંમત રૂપિયા ૨૦૦૦૦૦ વાળા વાહનમાં બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની મોટી બોટલ નંગ ૨૩૫૪ કિંમત રૂપિયા ૮૬૩૬૩૦ તથા નાની બોટલ નંગ ૭૮૦ જેની કિંમત રૂપિયા ૭૮૦૦૦ મળી કુલ બોટલ નંગ ૩૧૩૪ જેની કુલ કિંમત રૂપિયા ૯૪૧૬૩૦ નો વેચાણ કરવાના ઈરાદે મેટાડોરમાં હેરફેર કરી કુલ મુદ્દામાલ રૂપિયા ૧૧૪૧૬૩૦ નો કબજે કરી, અકસ્માતમાં વાહન ચાલક નાસી ગયેલ હોય તેના વિરુદ્ધમાં તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.